બનાસકાંઠા

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો: બનાસકાંઠા કલેક્ટરે કરી જાહેરાત…

પાલનપુર: શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ભાદરવી પૂનમના મેળો યોજાવાનો છે. જેની તૈયારીના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

મેળાની સુવિધામાં કરાશે વધારો
અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે. જેને લઈને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે,  “દર વર્ષે મેળામાં લાખો ભક્તો આવે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.”

દરેક પદયાત્રીને મળવો જોઈએ લાભ
મિહિર પટેલે આગળ જણાવ્યું હતું કે, “મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ ધ્યાન અપાશે. ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા અને સુરક્ષા-સલામતીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ઠેરઠેરથી શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે. ત્યારે મા અંબાના દર્શન કરવા આવતા દરેક પદયાત્રીને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લાભ અપાય એવી કલેક્ટર મિહિર પટેલે સૂચના આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button