બનાસકાંઠા

કૂતરું કરડ્યાના 3 મહિના બાદ યુવકને હડકવા ઉપડ્યો, હિંસક બન્યાનો વીડિયો વાયરલ…

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં એક યુવક ખેતી કામ કરવા માટે આવ્યો હતો. તેને કૂતરૂ કરડ્યું હતું. પરંતુ યોગ્ય સારવાર ના કરાવી તેના કારણે તેને અત્યારે હડકવા ઉપડ્યો છે. તમારી એક ભૂલ તમારો જીવ જોખમમાં મુકી શકે છે. આજે આ યુવક પાલનપુર હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. તેને હડકવા ઉપડ્યો તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ મહિના પહેલા શું બન્યું હતું?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ યુવક મૂળ સાબરકાંઠાનો રહેવાસી છે. તે પાલનપુર તાલુકાના નરસલ ગામે ખેતીકામ કરવા માટે એટલે કે ભાગિયા તરીકે કામ કરવા માટે આવ્યો હતો. આ યુવકને આજશી આશરે ત્રણ મહિના પહેલા એક કૂતરૂ કરડ્યું હતું. પરંતુ તે સમયે યુવકે કોઈને જાણ પણ ના કરી અને આ વાત સામાન્ય ગણીને ભૂલી ગયો હતો. સ્વાભાવિક છે કે, જ્યારે પણ કોઈ પ્રાણી તમને કરડે તો એન્ટી-રેબીઝ વેક્સિન (હડકવા વિરોધી રસી) લેવી જરૂરી છે. પરંતુ આ યુવકે એન્ટી-રેબીઝ વેક્સિન લીધી નહીં.

યુવક હવે હિંસક બની લોકોને બચકા ભરવા લાગ્યો

એન્ટી-રેબીઝ વેક્સિન ના લેવી તેની જિંદગીની સોથી મોટી ભૂલ હતી, જેનું અત્યારે તે પરિણામ ભોગવી રહ્યો છે. યુવકને શરીરમાં હવે હકડવાના લક્ષણો દેખાઈ રહ્યાં છે, એટલું જ નહીં પરંતુ સ્થિતિ એટલી વધારે ખરાબ થઈ ગઈ છે કે, આ યુવક હવે બીજા લોકોને બચકા ભરવા લાગ્યો અને હિંસક બની ગયો છે. ગામના લોકોએ મહામહેનતે તેનો દોરડાથી બાંધ્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસની મદદથી યુવકને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો…વીસ વર્ષ પહેલા મહિલાને શ્વાન કરડ્યો હતો, પણ ધ્યાન ન આપતા થયું મોત

ઊંઘમાં રાખવાની દવા આપીને સારવાર શરૂ કરી

મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરો તેને ઊંઘમાં રાખવાની દવા આપીને સારવાર શરૂ કરી છે. એટલું જ નહીં પરંતુ તેના પરિવારને પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે. આ યુવક અત્યારે જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે, તે જીવશે કે નહીં તેની ચોક્કસ માહિતી આપી શકાય નહીં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button