બનાસકાંઠા

બનાસકાંઠાના ધાનેરામાં ઓરીનો કહેર: 37 શંકાસ્પદ કેસ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ તેજ

ધાનેરાઃ બનાસકાંઠાના ધાનેરા પંથકમાં અત્યારે ઓરીનો રોગ વકર્યો હોવાનું જાણવા મળ્યું છે. ધાનેરા તાલુકામાં 9 કેસ પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આટલા કેસ આવતા બની શકે છે કે, ધાનેરા પંથકને ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવી શકે છે. જો કે, તેની સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ મામલે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક

ધાનેરામાં છેલ્લા 3 મહિનાથી સતત ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે ઓરીના કેસની તપાસ કરી ત્યાર બાદ ગાંધીનગર ખાતે જાણ કરી હતી. જેથી ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આરોગ્ય વિભાગના રિપોર્ટે ચોંકાવ્યા, મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 સગીરઓ ગર્ભવતી થઈ…

અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે, કહ્યું કે, જે લોકોને ઓરીનો ચેપ લાગ્યો છે તે લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને સારવાર કરાવવી. આ આરો એક ચેપી રોગ છે જેથી સાચવવું ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવે છે, જેથી આરોગ્ય વિભાગે અપીલ કરી થે કે, આવી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં પડવું નહીં. આ એક ચેપી રોગ છે. જેના માટે સારવાર થવી જરૂરી છે.

ઓરી થવાના કારણો

ઓરી રુબેઓલા વાયરસના ચેપને કારણે થાય છે. વાયરસ ચેપગ્રસ્ત બાળક અથવા પુખ્ત વયના લોકોના નાક અને ગળાના લાળમાં રહે છે. આ રોગ ફોલ્લીઓ દેખાય તે પહેલા ચાર દિવસ સુધી ચેપી હોય છે અને પછી લગભગ 4 થી 5 દિવસ સુધી ચેપી રહે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, વાઈરસ કોઈ વસ્તુ પર બે કલાક સુધી સક્રિય રહે છે.

આ પણ વાંચો : મહીસાગર: બાલાસિનોરમાં કમળાનો કહેર, 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું…

ચેપ શેના દ્વારા ફેલાય છે?

ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારીરિક સંપર્ક
ચેપગ્રસ્ત લોકોની નજીક રહેવું જો તેઓને ખાંસી કે છીંક આવે
એવી સપાટીને સ્પર્શ કરવો કે જેમાં લાળના દૂષિત ટીપાં હોય અને પછી મોંમાં આંગળીઓ નાખવી અથવા નાક અથવા આંખોમાં ઘસવું

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button