
બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. ઠાકોર સમાજની આ બેઠકમાં ગામના વડીલો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યાં હતાં. ઠાકોર સમાજે કુરિવાજોને સમૂળગા દૂર કરવા માટે સર્વસંમતિથી અનેક મહત્ત્વનાં ઠરાર પસાર કરવામાં આવ્યાં છે.
આ નિર્ણયો સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે અમુક આકરા નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઠાકોર સમાજ દ્વારા સમાજ સુધારણા માટે ખાસ બેઠક યોજાઈ હતી.
આપણ વાચો: ઠાકોર સમાજને અપમાન મુદ્દે વિક્રમ ઠાકોર મેદાને, “તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર….
સમાજની એકતા અને પરંપરાને જાળવી રાખવા આકરા નિર્ણયો
ઠાકોર સમાજ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તે પ્રમાણે વાત કરવામાં આવે તો જો ગામનો કોઈ છોકરો કે છોકરી ગામમાંથી ભાગી જશે ત્યારે સમાજનો કોઈ પણ સભ્ય તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા પરિવાર પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
ગોઢ ગામના ઠાકોર સમાજે નિર્ણય કર્યો છે કે, જો ગામનો કોઈ છોકરો ગામ બહારની ગેરકાયદે છોકરી સાથે લગ્ન કરીને લાવે તો તેની સાથે કોઈ વ્યવહાર રાખશે નહીં. આ નિર્ણય સમાજની આંતરિક એકતા અને પરંપરાને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
આપણ વાચો: “ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
જો દારૂ વેચશે તો રૂપિયા 51 હજારનો દંડ થશે
ગામના કોઈ પણ પ્રસંગ, ઉજવણી કે કાર્યક્રમમાં ડીજે અથવા ભારે સાઉન્ડ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. નવરાત્રિ દરમિયાન ડીજે-સાઉન્ડ વગાડવા પર રૂપિયા 51 હજારનો દંડ કરવામાં આવશે તેવો ઠરાર પસાર થયો છે. સમાજને નશામુક્ત બનાવવા અને યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગામમાં દારૂ રાખવા કે વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ ગામમાં દારૂ વેચશે તો રૂપિયા 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. લગ્ન અને સગાઈ જેવા શુભ પ્રસંગોમાં ઓઢામણા કે મોટી રકમ આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ ઠરાવને ગામજનો અને યુવાનો બંનેએ હર્ષભેર સમર્થન આપ્યું હતું



