બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છલોછલ, 26 હજાર હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ | મુંબઈ સમાચાર
બનાસકાંઠા

બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છલોછલ, 26 હજાર હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અત્યારે છલોછલ ભરાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં આવેલો આ ડેમ અત્યારે 93 ટકા ભરાયો છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં વિપુલ માત્રાામાં વરસાદ થયો છે. જેથી ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પણ બહોળા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટેર મિહિર પટેલે જાણકારી આપી છે કે, દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે.

દાંતીવાડા ડેમ અત્યારે 601.80 ફૂટ ફરાયો

વધારે વગતે વાત કરવામાં આવે તો, દાંતીવાડા ડેમ અત્યારે 601.80 ફૂટ ફરાયો છે. ડેમમાં 1409 ક્યુસેક પાણીની આવક થઈ છે. જો કે, તેની સામે જાવક સાવ નીલ છે. 604 ફૂટ ડેમની ભયજનક સપાટી છે. પાણી ખૂબ આવ્યું હોવાથી આ ડેમ વિસ્તારમાં આવતા ગામડાંઓને મોટો ફાયદો થવાનો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, ભારે વરસાદથી દાંતીવાડા ડેમ સમૃદ્ધ, શિયાળું અને ઉનાળું પાક માટે આશીર્વાદરૂપ છે. મહત્વની વાત એ છે કે, 2017 બાદ હવે 2025માં એટલે કે 8 વર્ષ પછી ડેમ સંપૂર્ણ રીતે ભરાયો છે. દાંતીવાડા ડેમ 93 ટકા ભરાયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના 61 તથા પાટણના 49 ગામોને ફાયદો થશે

દાંતીવાડા ડેમના કારણે બનાસકાંઠા જિલ્લાના 61 તથા પાટણ તાલુકાના 49 ગામોને ફાયદો થઈ શકે તેમ છે, પરંતુ આ ફાયદો ત્યારે થશે જ્યારે દાંતીવાડા ડેમના દરવાજા ખુલવામાં આવે! અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. બનાસકાંઠામાં અત્યારે પાણીના તળ ખૂબ જ નીચે પહોંચી ગયાં છે. જેથી આ દાંતીવાડા ડેમ સિંચાઈ માટે આધારરૂપ છે. ડેમમાંથી કેનલામાં જે પાણી છોડવામાં આવે છે તેના કારણે અનેક ગામડાંઓમાં સિંચાઈનું પાણી પહોંચે છે. દાંતીવાડા ડેમમાંથી ક્યારે પાણી છોડવામાં આવશે તે જોવું રહ્યું? પરંતુ પાણીની વિપુલ આવકના કારણે બનાસકાંઠાને ખૂબ જ ફાયદો થવાનો છે.

આપણ વાંચો:  ભુપેન્દ્ર પટેલ આકરા પાણીએઃ બિસ્માર રસ્તાની યાદીનો આદેશ, કોન્ટ્રાક્ટર-અધિકારીઓ થશે બ્લેકલિસ્ટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button