
અંબાજીઃ વિશ્વવિખ્યાત અંબાજી ધામમાં અત્યારે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. આ છેલ્લા ત્રણ દિવસમાં અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે 10 લાખથી પણ વધારે લોકો ઉમટ્યાં હતાં.
ત્યારે ભાદરવી મહાકુંભ વચ્ચે મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. બે દિવસની ભારે ગરમી બાદ અંબાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વરસાદ શરૂ થતા અંબાજી પગપાળા આવતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અંબાજી મહામેળા વચ્ચે મેઘરાજાની જોરદાર પધરામણી
ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો, કેટલાક જગ્યા ઉપર હોર્ડિંગ્સ ફાટ્યા તો કેટલાક જગ્યા ઉપર ડોમના પડદા ફાટ્યા હતાં.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ પાણી ભરાયાં હતાં. ભાદરવી પૂનમ મેળામાં નાખેલા સ્ટોલોમાં પાણી ભરાતા નુકસાન જોવા મળ્યું હતાં. પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા યાત્રિકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતાં.
અંબાજી આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંબાજી આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માર્ગો પાણીથી બેટમાં ફેરવાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. દાંતાથી અંબાજી અને હડાદથી અંબાજી માર્ગ ઉપર વરસાદી માહોલ જોવા મળ્યો છે.
લાખોની સંખ્યાં ભક્તો અંબાજી ચાલતા જઈ રહ્યાં છે. અંબાજી ખાતે ભારે પવન સાથે વરસાદને પગલે માર્ગો સુમસામ બની ગયા છે. કારણ કે, વરસાદ આવતો હોવાથી પદયાત્રીઓ ટેન્ટ અને વિસામામાં આશરો લેવા માટે રોકાઈ ગયાં છે.
આ પણ વાંચો…અંબાજી પદયાત્રાને પ્લાસ્ટિક મુકત બનાવવાની અનોખી પહેલઃ 10 બોટલના બદલામાં અપાશે 1 સ્ટીલ બોટલ