અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં કેટલા ભક્તો આવ્યાં? આ રહ્યો આંકડો

અંબાજી: અંબાજી (Ambaji)માં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા(Bhadarvi Poonam Mahamelo 2025)માં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ સાથે 2,58,875 ભક્તોએ ભોજન પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ દરમિયાન 19,411 પેકેટ ચીકીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. મા અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પણ આવી રહ્યાં છે. ભક્તો સાથે અનેક સંઘો પણ અંબાજી (Ambaji Temple) તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ચાલો છેલ્લા ચાર દિવસની અંબાજી મેળાના સંપૂર્ણ આંકડાની ચર્ચા કરીએ….
લાખોની સંખ્યામાં પગપાળા અંબાજી આવી રહ્યાં છે શ્રદ્ધાળુઓ
અંબાજી મેળામાં તારીખ 31મી ઓગસ્ટથી 1સી સપ્ટેમ્બર સુધીમાં 3,71,211 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતાં. તે દરમિયાન 140 ધજા રોહણ કરવામાં આવી હતી. 3,35,316 પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 4,751 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 1લી સપ્ટેમ્બરથી 2 સપ્ટેમ્બર સુધીમાં 3,58,239 ભક્તો અંબાજી આવ્યાં હતાં. આ દરમિયાન 8,410 યાત્રીકો ઉડનખટોલામાં બેઠા હતાં. એટલું જ નહીં પરંતુ 2,77,750 પેકેટ મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 3,712 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 4.860 ગ્રામ સોનાની આવક પણ નોંધાઈ હતી.

અંબાજી મંદિરમાં લાખોની સંખ્યામાં આવી રહ્યાં છે માઈભક્તો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, તારીખ 2 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર દરમિયાન 7,70,224 ભક્તોએ અંબાજીમાં મા શક્તિના દર્શન કર્યાં હતાં. આ દિવસે 1901 બસની ટ્રીપોમાં કુલ 89,593 લોકોએ એસટી બસમાં યાત્રા કરી હતી. કુલ 4,90,939 પેકેટ મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે 4,909 પેકેટ ચીકીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિવસે 43,86,805 રૂપિયાની આવક પણ નોંધાઈ હતી. આ સાથે 500 ગ્રામ ચાંદીની પણ આવક પણ નોંધ હતી.
છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 1,47,83,837 ની આવક નોંધાઈ
હવે તારીખ 3 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો, 7,43,815 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ દરમિયાન 2,575 બસની ટ્રીપોમાં કુલ 1,11,758 ભક્તોએ બસમાં મુસાફરી કરી હતી. કુલ 3,83,060 મોહનથાણ પ્રસાદીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જ્યારે 2.500 ગ્રામ સોનાની આવક સાથે સાથે રૂપિયા 48,52,956 ની આવક પણ નોંધાઈ હતી. ચારેય દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ સાથે ગુજરાત એસટી વિભાગ દ્વારા ચાર દિવસમાં કુલ 5999 ટ્રીપો મારવામાં આવી જેમાં 2,73,003 લોકોએ યાત્રા કરી હતી. 14,87,065 પેકેટ મોહનથાળ અને 19,411 પેકેટ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં અંબાજીમાં ભંડાર, ગાદી અને કાઉન્ટર પર કુલ મળીને રૂપિયા 1,47,83,837 ની આવક નોંધાઈ છે. આ સાથે 7.360 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીની પણ આવક થઈ છે.
આ પણ વાંચો…મહામેળા વચ્ચે અંબાજીમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા! માર્ગો બેટમાં ફેરવાયા…