શામળાજીમાં 5.50 લાખની ચોરી કરી તસ્કરોએ એટીએમમાં આગ લગાડી! ઘટના સીસીટીવીમાં કેદ | મુંબઈ સમાચાર

શામળાજીમાં 5.50 લાખની ચોરી કરી તસ્કરોએ એટીએમમાં આગ લગાડી! ઘટના સીસીટીવીમાં કેદ

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં 5.50 લાખની ચોરી કરી પાંચ તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર સ્પ્રે મારી ગેસ કટરથી એટીએમ કાપી તેમાં રહેલા 5.50 લાખની રોકડ ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરો લાખોની ચોરી કરી એટીએમને આગચંપી કરી હતી.

વૈભવી કારમાં આવેલા તસ્કરો 25.50 લાખ રૂપિયા લૂંટી ગયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. યાત્રાધામ શામળાજીમાં આવેલા બસ સ્ટેશન પાસે આવેલા એટીએમમાં રાત્રે વૈભવી કારમાં હથિયારો સાથે તસ્કરો આવે છે કે ખાનગી એટીએમમાંથી રૂપિયા 5.50 લાખ લૂંટી, એટીએમમાં આગ લગાવીને ફરાર થઈ જાય છે. આ એટીએમમાં ઘુસી તસ્કરો સીસીટીવીમાં સ્પ્રે મારી ગેસ કટરથી એટીએમ કાપીને તેમાં રહેલા 5.50 લાખ ચોરી કર્યા બાદ આગ લગાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જેથી એટીએમ માલિકે આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એટીએમમાં ચોરીની ઘટના અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી

એટીએમ ચોરી કરવા આવેલા આ પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેથી એટીએમમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે એફએસએલની ટીમ બોલાવી વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી. સેંકડો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે લાખોની ચોરીની ઘટના બનતા સુરક્ષા સામે સવાલો ઉઠયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામં આવે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય. રૂપિયા 5.50 લાખની ચોરી થઈ હોવાની લોકો સુરક્ષા મામલે પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button