નવા વર્ષના પહેલા દિવસે કમસોમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, 6 દિવસ વરસાદનું એલર્ટ...
Top Newsઆપણું ગુજરાત

નવા વર્ષના પહેલા દિવસે કમસોમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, 6 દિવસ વરસાદનું એલર્ટ…

બેસતા વર્ષની સાંજે જ ગુજરાતના દક્ષિણ અને મધ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદે તોફાન મચાવ્યુ હતુ. બંગાળની ખાડીમાંથી આવેલી સાયક્લોન સરક્યુરલ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ નોંધયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી છથી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે. ખાસ કરીને 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

ડાંગ જિલ્લામાં બેસતા વર્ષની સાંજે ધોધમાર વરસાદ વરસ્યો, જેનાથી સાપુતારા અને આહવા જેવા પ્રવાસની સ્થળોએ પાણીના ધોધ વહેતા થયા. દિવાળીની રાજાઓમાં આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા, જ્યારે તૈયાર ડાંગર પાકને ગંભીર નુકસાનની આશંકા ખેડૂતોને સતાવી રહી છે. તે જ રીતે વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડા જેવો પવન અને ભારે વરસાદ વરસ્યો. વલસાડ શહેરના, પારડી, ધરમપુર અને કપરાડામાં પાણી ભરાઈ ગયું, જિલ્લા સેવાસદનના ઇમારતને ભારે નુકસાન થયું અને શિયાળુ પાકના નુકસાનની ચિંતા વધી ગઈ છે.

સુરતના ઉમરપાડા અને ઓલપાડ તાલુકામાં વરસાદે ખેડૂતોને મોટો આઘાત આપ્યો, જ્યારે નવસારીના ખેરગામ, ગણદેવી અને બીલીમોરામાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં આચાનક ઠંડક છવાઈ ગઈ હતી. તાપી જિલ્લાના વ્યારામાં ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ પડ્યો હતો, જેનાથી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ચિંતાનો માહોલ બન્યો છે. ભરૂચના હાંસોટ અને જુના ઓભા જેવા ગામોમાં પણ વરસાદ વરસ્યો, જેનાથી સ્થાનિક ખેડૂતોની ઉજવણીની ખુશીમાં ગમછા પડી ગઈ.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસમાં તાપી, ડાંગ, નવસારી તથા સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. કુલ 11 કરતા વધુ જિલ્લાઓ કમોસમી વરસાદથી અસર ગ્રસ્ત થયા હતા. ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની આશંકા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.

આ પણ વાંચો…અંબાલાલની આગાહી સાચી પડીઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button