આપણું ગુજરાત

કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે ખેડૂતો માટે તો આ મુસીબતનું માવઠું સાબિત થયું છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ સૌરાષ્ટ્રીની જગવિખ્યાત કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે.

આ કમોસમી વરસાદ કેસર કેરીના ખેડૂતો માટે ઘાતક સાબિત થયો છે, આમ પણ આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતાં કેરીની ખેતી કરતા ખેડૂતોને જબરદસ્ત ફટકો પડ્યો છે. આવી સ્થિતિમાં કેસર કરીને ભાવ સતત ઉંચકાઇ રહયાં છે. જોકે કમોસમી વરસાદના કારણે કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Kesar Mangoes: મે મહિનાના અંતમાં તમને સસ્તી અને મબલખ કેસર કેરી ખાવા મળશે

કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યો છે. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ 1200થી 1600 રૂપિયા વેચાઇ રહી છે.

અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. દસ કિલોના બોક્સનો રિટેલ ભાવ 1200થી 1300 રૂપિયા બોલાઇ રહ્યો છે.

તાલાલાની જેમ અમરેલીમાં પણ આંબાના બાગ વધુ હોવાથી કેરીનું સારું ઉત્પાદન થાય છે. જો કે ખેડૂતોના મતે આ વખતે ઠંડી આંબાના મોરને બરાબર ન મળતા તેની સીધી અસર પાક પર થઇ છે. આ વખતે કેસરી કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ઉપરથી કમોસમી વરસાદ પડતાં ભાવ પહેલાથી ઉંચા બોલાઇ રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા