કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, વિવિધ વિકાસ કાર્યનું કરશે શિલાન્યાસ અને લોકાર્પણ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યના વિકાસને નવો વેગ આપશે. આ પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક વિસ્તારો અને ધારાસભ્યોની સુવિધાઓ મજબૂત બનશે, જે રાજ્યની પ્રગતિને વેગ આપશે.
અમિત શાહના કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ સાણંદ-ખોરજ GIDC સિક્સલેન રોડનો શિલાન્યાસ કરશે. આ રસ્તો ઔદ્યોગિક વિસ્તારોને જોડીને વાહન વ્યવહાર સરળ બનાવશે અને સાણંદને વધુ મજબૂત ઔદ્યોગિક હબમાં બદલશે. આ પ્રોજેક્ટથી ઉદ્યોગોને મોટી રાહત મળશે.
ગાંધીનગરમાં 216 આધુનિક ફ્લેટ્સવાળા નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ પણ અમિત શાહ કરશે. 226 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ આવાસ ધારાસભ્યોને આરામદાયક અને સુવિધાજનક રહેઠાણ આપવામાં મદદ રૂપ બનશે. આ પગલુ જનપ્રતિનિધિઓ માટે સરકારની સંભાળ દર્શાવે છે.
આ તમામ કાર્યક્રમો કેન્દ્ર અને રાજ્ય સરકારના માળખાકીય વિકાસના સંકલ્પને મજબૂત કરે છે. એક તરફ ઔદ્યોગિક રસ્તાઓને વેગ મળશે, તો બીજી તરફ ધારાસભ્યોની સુવિધાઓ વધશે. આથી ગુજરાતની જનતાને સીધો લાભ થશે.