અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ્દ, આ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા કેન્દ્રીય ગૃહપ્રધાન…

અમદાવાદઃ દિલ્હીમાં 10મી નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં ભારતભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ અત્યારે ડીજીપીએ ખાસ બેઠક બોલાવીને સઘન તપાસ કરવા માટે આદેશ પણ આપ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. અમિત શાહ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. કેન્દ્રીય પ્રધાન 13 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવીને અમદાવાદ અને મહેસાણામાં આવવાના હતાં, પરંતુ વર્તમાનની ઘટનાઓને ધ્યાને રાખતા આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.
આતંકવાદી કનેક્શનને કારણે આખા દેશમાં એલર્ટ જાહેર
ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિલ્હી બ્લાસ્ટમાં આતંકવાદી કનેક્શનને કારણે આખા દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગેની તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. આ બધા કારણોથી અમિત શાહે પોતાનો એક દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો હતો. ગુજરાતમાં પણ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવાના હતા અમિત શાહ
અમિત શાહ એક દિવસ માટે તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત અને તેમના વિસ્તારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. 13 તારીખના રોજ અમિત શાહ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવાના હતા. જોકે, હવે અમિત શાહ અહીં હાજરી નહીં આપે. આ પુસ્તક મેળાનું નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત આયોજન થઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 13 થી 23 નવેમ્બર સુધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરમાં યોજાવાનો છે. આ ઉપરાંત અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્ર એવા મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલા મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાના હતા. જ્યાં પણ તેઓ હવે નહીં જઈ શકે.
સંસદીય ક્ષેત્રની મુલાકાતનો કાર્યક્રમ રદ્દ રહ્યો
એક દિવસીય પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત અને તેમના વિસ્તારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત આયોજન દ્વારા આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના હતાં. પરંતુ તે અમિત શાહનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. આ સાથે સાથે મહેસાણાના બોરીયાવી ગામ ખાતે આવેલા મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પણ અમિત શાહના હસ્તે કરવાનું હતું. પરંતુ એ તમામ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપી શકશે નહીં.



