સોશિયલ મીડિયાની ઘેલછામાં અમદાવાદના બે યુવાનોએ જીવ ગુમાવ્યા
![Two youths of Ahmedabad lost their lives in the frenzy of social media](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-16T153626.205.jpg)
અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનો પોતાના જીવની પણ પરવા નથી કરતાં. સોશિયલ મીડિયા પરની આભાસી દુનિયામાં એટલા મશગુલ થઈ જાય છે કે વાસ્તવિક દુનિયાથી છેડો ફાડી નાખવો પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જ્યાં રીલ્સ બનાવવાના ચક્કરમાં થયેલા માર્ગ અકસ્માતમાં (road accident)બે યુવાનોએ જિંદગી ગુમાવી છે (two youth died in car crash)તો અન્ય ત્રણ હજુ હોસ્પિટલના સારવાર લઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ત્રણ યુવાનો કાર લઈને મુંબઈ જઈ રહ્યા હતા. તેઓએ ઇંસ્ટાગ્રામ લાઈવ કરીને તેમની આ યાત્રાની માહિતી પણ આપી હતી. ઇન્સટાગ્રામ ઓર લાઈવ કરીને આગળ બેઠેલા 2 યુવકો દેખાયા હતા અને ત્યારબાદ અન્ય 3 યુવકો દેખાઈ રહ્યા હતા. કારમાં મ્યુજીક વાગી રહ્યું હતું અને યુવાનો આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ કેમેરાથી કારની ડ્રાઇવિંગ બતાવવામાં આવી છે. ત્યારે અન્ય એક યુવક બોલી રહ્યો છે કે જો કાર કઈ રીતે ચાલી રહી છે. આ સમયે કાર 160ની ઝડપે જઈ રહી હતી. યુવકો દ્વારા ચાલતી આ કાર ભયજનક રીતે અન્ય વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહી હતી.
આ પણ વાંચો: ..દારૂડિયા ડ્રાઈવરને ચાવી ન આપી હોય તો આઠ બાળકોના જીવ બચી ગયા હોત
યુવકો પુરપાટ સ્પીડે કારને દોડાવી રહ્યા હતા, અન્ય વાહનોને ખૂબ ઝડપભેર જ ઓવરટેક કરી હતી. પાછળથી અન્ય યુવકો કારણે ઝડપથી ચલાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ દરમિયાન કારનો અકસ્માત થયો હતો. તેના લાઈવ દ્રશ્યો ઇન્સટાગ્રામ પર કેદ થયા હતા. કાર ચલાવતો યુવક અચાનક જોરથી બ્રેક લગાવે છે અને ત્યારે ધડાકાભેર વિડીયો બંધ થઈ જાય છે.
આ ઘટના મે મહિનાની 2જી તારીખે સવારે સાડા ત્રણથી સાડા ચાર વાગ્યાની આસપાસ ઘટી હતી. આ દુર્ઘટનામાં અમમ શેખ અને ચિરાગકુમાર પટેલની મોત થયું હતું. ત્યારે અન્ય ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. તમામ યુવાનો અમદાવાદના રહેવાસી હતા. આ ઘટના અમદાવાદથી આશરે 100 કિમી દૂર ઘટી હતી.