આપણું ગુજરાતટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન પહેલા ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા: કોણ, કોના પર ભારે ?

‘જય ભવાની, ભાજપ જવાની’ જેવા ગગનભેદી નારા સાથે રૂપાલાના નિવેદન સામે રણભેરી બજાવનાર ક્ષત્રિય રાજપૂત સમાજ હવે પોતાના જ સમાજમાં ત્રિભેટે છે. રાજા-રજવાડાના વડાપ્રધાનને સમર્થન પછી આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ફરી એક ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે.જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પ્રેરિત છે .આ એ જ જયરાજસિંહ છે જેઓ રૂપાલા ના સમર્થનમાં બહુ જ શરૂઆતમાં એક બેઠક બોલાવી ચૂક્યા છે. રજવાડાના રાજવીઓએ એકત્રિત થઈને વડાપ્રધાન મોદીને સમર્થન આપ્યું છે. હવે ક્ષત્રિય રાજપૂત સમાજના જ એક ફિરકા એ આજે વિજ્ઞાપન દ્વારા વડાપ્રધાન મોદીને સમર્થન જાહેર કર્યું છે. કારડીયા રાજપૂત સમાજે વડાપ્રધાન મોદીને સમર્થન આપી,ભાજપ સાથે પોતે અડીખમ હોવાની જાહેરાત કરતાં હવે ક્ષત્રિય રાજપૂત સમાજ ત્રિભેટે છે.

ગોંડલમાં જે ક્ષત્રિય સંમેલન મળી રહ્યું તે જયરાજસિંહ ના પુત્ર ગણેશ સિંહ જયરાજસિંહના નેજા હેઠળ આ મોદી સરથીત શક્તિ પ્રદર્શન છે. આ સંમેલનમાં ગરાસિયા,કાઠી,નાડોદા, કાઠી ,કારડીયા, અને સોરઠિયા સમાજના મોભીઓ ઉપસ્થિત રહેશે. બીજી તરફ, ક્ષત્રિય-રાજપૂત સમાજ જે છેલ્લા 40 કરતાં વધુ દિવસોથી પહેલા રૂપાલા બાદ હવે ભાજપ સામે મોરચો ખોલી લોકસભાની લગભગ ક્ષત્રિય સમાજ પ્રભાવિત બેઠકો પર સંમેલન કરી રહ્યો છે તેઓ પણ કદાચ અનુભવી રહ્યા છે કે આંદોલનકારી ક્ષત્રિયોનું મનોબળ તોડવા જેવી બાબત છે. એક તરફ, 24 એપ્રિલથી નીકળેલા 5 ધર્મરથ,ધર્મરથને મળેલો બહોળો પ્રતિસાદ અને પછી થયેલા અસ્મિતા સંમેલન. ક્ષત્રિયોએ પોતાનો જબરજસ્ત જુસ્સો પ્રકટ કર્યો.

હવે જ્યારે ગુજરાતમાં ત્રીજા ચરણના મતદાન આડે 46 કલાક છે અને સાતમીએ સવારે જ્યારે મતદાન શરૂ થશે તે પહેલાબની કતલની બે રાત છે. આ બંને રાતમાં ચહેરા-મહોરા અને છેલ્લી ઘડીની ગણતરીઓ મંડાશે. ગોંડલ સંમેલન અને રાજવીઓના સમર્થન બાદ હવે એ સ્પષ્ટ થયું છે કે ભાજપ સમર્થન મુદ્દે ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા થયા છે. એક સમર્થનમાં ,એક વિરોધમાં. આજે સાંજે અમદાવાદનાં ગોતામાં આવેલા ક્ષત્રિય રાજપૂત છાત્રાલયમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક છે.માનવમાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં આગામી 48 કલાકની રણનીતિ સાથે ગોંડલ સંમેલન અંગે પણ કોઈ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે. આ તકે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધર્મરથ ફરી રહ્યો છે.

સાતમી તારીખે મતદાન ધિંગું કે સુસ્ત ? ક્ષત્રિય સમાજના આંદોલન પછી મતદાનમાં અસર કેવી ? કોણ હારશે, કોની જીત પર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન પી ટી જાડેજાના એક રણટંકાર મુજબ,મતદાન પછી આંદોલન પાર્ટ -3 અંગે પણ કોઈ ખુલાસા થાય તો નવાઈ નહીં.

ક્ષત્રિય આંદોલન અહંકાર વિરુદ્ધ અસ્મિતાની લડાઈ – કરણસિંહ ચાવડા

અમદાવાદનાં ગોતામાં મળેલી ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, સમાજના જ ભાજપના નેતાઓએ સમિતિને સંદેશમાં કહ્યું કે, ક્ષમા વિરસી ભૂષણમ ,અને નરેન્દ્રભાઈ મોદીનો ખ્યાલ રાખવો જોઈએ. સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડાએ કહ્યું કે, એ તમે હવે શક્ય નથી. અને ક્રિકેટમાં જેમ ‘રિટાયર્ડ હર્ટ’ હોય તેમ પરસોત્તમ રૂપાલા હવે આવીને કહે કે ફોર્મ પાછું ખેંચી શકું તેમ નથી. આમ છ્તા હવે ક્ષત્રિય સમાજ કોઈ બાંધ છોડ નહીં કરે.આવનારા કલાકોમાં ઘણું બધુ બહાર આવશે. પણ ગુમરાહ નહીં થતાં. જે કઈ હશે તે સતાવાર નિવેદનથી કહેવામા આવશે. એટલે કોઈ બીજી બાબતો પર ધ્યાન ના આપશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…