અમદાવાદના બે ઓડિટોરીયમની કાયાપલટ થશે
તાજેતરમાં જ મુંબઈ સમાચારે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સુરતના ગાંધી સ્મૃતિ ભવનનું નવનિર્માણ વિલંબમાં મૂકાવાથી નાટ્યજગત સાથે જોડાયેલા લોકો અને સ્થાનિક જનતાએ દેખાવ કર્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે અમદાવાદની રસિક જનતા માટે એક સારા સમાચાર છે. શહેરના બે ઓડિયોરિયમ રિનોવેટ થવા જઈ રહ્યા છે. જોકે તે સમયસર અને યોગ્ય રીતે થાય તે વધારે જરૂરી છે.
મળતા અહેવાલો અનુસાર આશ્રામ-રોડ પર વર્ષો જૂના ટાઉન-હોલ, અને ટાગોર-હોલની 26.54 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા રૂ. 26 કરોડ, 53 લાખના ખર્ચે શહેરના વર્ષો જૂના ટાઉનહોલ અને ટાગોર હોલની કાયાપલટ કરવામાં આવશે. આશ્રામ રોડ પર આવેલ ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઉનહોલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
શહેરના આશ્રામરોડ પર આવેલ ટાઉનહોલ લગભગ 70 વર્ષ કરતાં વધુ વર્ષો જૂનો છે અને કેટલાંક વર્ષથી ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી તે બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા અગાઉ લાખો રૂપિયા ખર્ચીને ટાઉનહોલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ટાઉનહોલનું સ્ટ્રક્ચર મજબૂત રહ્યું નથી અને સામાન્ય રિપેરિંગ કરીને ટાઉનહોલને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી હવે ટાઉનહોલના રિપેરિંગ માટે જંગી ખર્ચ કરવો પડશે.
છસ્ઝ્ર દ્વારા રૂ. 26 કરોડના ખર્ચે ટાઉનહોલને રિપેર કરવામાં આવશે. ટાઉનહોલના રિપેરિંગ માટે સંપૂર્ણપણે બ્રિકવર્ક અને હેરિટેજ રીપેર ટેકનીક્સનો ઉપયોગકરીને એલીવેશન જાળવીને કોન્ક્રીટ રિપેરિંગ કરાશે, શહેરના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં રિપેરિંગ અને રીનોવેશન માટે 53.75 લાખનો ખર્ચ કરાશે.