આપણું ગુજરાત

“એકબાજુ મૃતદેહો પરિવારને નહોતા મળ્યા ત્યારે રાજકોટ મનપાએ આવો ખેલ રચ્યો હતો….” અગ્નિકાંડને લઈને તુષાર ગોકાણીએ કર્યો ઘટસ્ફોટ

રાજકોટ: રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને ચોંકાવનારા ખુલાસો થયો છે. અગ્નિકાંડની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના સ્પે. પીપી. તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ગેમઝોનના ગેરકાયદેસર ભાગને કાયદેસર કરવા કોઈ અરજી કોપોરેશનમાં આવી નહોતી અને ખોટા દસ્તાવેજો 26 મેના રોજ બનાવવામાં આવ્યા હતા. દુર્ઘટનાના એક દિવસ બાદ અશોકસિંહ જાડેજા અને કિરીતસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો બનવાવામાં આવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: ‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’ રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી

આજે આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ તેમના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. જો કે આ દુર્ઘટના બાદ મનસુખ સાગઠિયા સહીત અનેક જવાબદારોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના વકીલ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી અને તેની સુનાવણી પૂર્વે જ અશોકસિંહ જાડેજા કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

કોર્પોરેશનના ઓરીજનલ રેકર્ડનો નાશ:
સ્પે. પીપી. તુષાર ગોકાણીએ કહ્યું હતું કે અશોકસિંહ જાડેજા અને કિરીતસિંહ જાડેજાના દબાણ હેઠળ કોર્પોરેશનના ઓરિજિનલ રેકર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. 26 મેનાઆ રોજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો હજુ પરિવાર સુધી નહોતા પહોંચ્યા ત્યારે રાજકોટ મનપામાંઆ પુરાવાઑનો ખેલ ખેલવામાં આવી રહ્યો હતો.

સાગઠિયાએ બનાવી ડુપ્લિકેટ મિનિટ્સ બૂક:
સાથે જ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠિયાએ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી. બનાવ બન્યા બાદ સાગઠિયાએ 27 મેના રોજ મિટિંગ બોલાવી ટીપી શાખાના અધિકારીઓને મિટિંગો લીધા વિના જ બનાવવામાં આવેલી મિનિટ્સ બૂક પર પરાણે અધિકારીઓની સહી કરવી લીધી હતી.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડની જ્વાળા સરકારને વધારે દઝાડે તે પહેલા સૂચિત નવા નિયમો જાહેર

જો કે 4 મેના રોજ કોઈ જ ગેરકાયદેસર બાંધકામ માટે અરજી કરવામાં નહોતી આવી અને તે અરજીના સંદર્ભે 9 મે ના રોજ કોઈ પ્રત્યુતર પણ નહોતો આપવામાં આવ્યો. આથી પોલીસ દ્વારા પુરાવાઓના નાશ કરવા બાબતેની આઇપીસીની કલમ 201 ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

તો બીજી તરફ આરોપી અશોકસિંહ જાડેજાના કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કેસ પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી આરોપી અને મનપા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા, ATPO મનસુખ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તમામના રિમાન્ડ મેળવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે