આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડની જ્વાળા સરકારને વધારે દઝાડે તે પહેલા સૂચિત નવા નિયમો જાહેર

ગુજરાતમાં કેટલાક વર્ષોથી કોઇ મોટી ઘટના બન્યા પછી તંત્રની પોલ ખૂલ્યા બાદ જાગતી સરકાર આવી ઘટનાઓ નિવારવા અને જવાબદારો સામે પગલા ભરી શકાય તેવી નિયમો અને ઝૂંબેશો હાથ ધરતી રહી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના પછી પણ ઝૂંબેશો અને નિયમો જાહેર કરાયાં હતા પરંતુ રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા હવે સરકારે મોડે મોડે પણ ગેમ ઝોન માટેના સૂચિત નિયમો જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે,સુરત, વડોદરાના હરણી બોટ કાંડની દુર્ઘટના, અમદાવાદમા કાંકરીયા રાઈડ તૂટવાની દુર્ઘટના,મોરબીનો ઝુલતો પૂલ દુર્ઘટ્ના, રાજકોટની શિવાનદ હોસ્પિટલ, અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં કોરોના વખતે લાગેલી આગ જેવા કેટલાય કિસ્સાઓ પછી,હાઇકોર્ટની વધુ એક ફટકાર બાદ સરકાર સફાળી જાગી ગઈ

શું છે આ નિયમો ? જાણી પણ લો

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ગેમઝોન ઊભા કરવા માટેના ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડસ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટિના નામે સૂચિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સરકારની મંજૂરી બાદ નિયમો લાગુ કરવામાં આપાશે. ગેમિંગ ઝોન સંદર્ભે વિવિધ એક્ટિવિટિ અને રાઈડ માટેના નિયમો સૂચિત કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા જે સૂચિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે સીસીટીવીનું ઈન્સ્ટોલેશન સાથે એક મહિનાના ફૂટેજ રાખવા ફરજિયાત કરાયુ છે. તેમજ પાર્કિંગ, ટીકીટ બૂકિંગ કાઉન્ટરની વ્યવસ્થાઓ જાળવવાની રહેશે.

નિયમ સાથે બીજું શું શું ?

ગેમ ઝોનમાં ફરજીયાત પબ્લિક કોમ્યુનિકેશન સીસ્ટમ, ફાયર સેફ્ટી, બિલ્ડિંગ યુઝ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંદર્ભે એનઓસી લેવાની રહેશે. સીટી રાઈડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટીની રચના કરાશે. મંજૂરી પ્રમાણે જ ગેમ ઝોનમાં રાઈડ ઈન્સ્ટોલ કરી શકાશે, મંજૂર કરેલી રાઈડમાં ફેરફાર દેખાશે તો રાઈડની મંજૂરી રદ્દ કરવામાં આવશે. રાઈડના સુપરવિઝન માટે ખાસ સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવશે. તેમજ રાઈડનું તબક્કાવાર ઈન્સ્પેક્શન કરવાનું રહેશે. લાઈસન્સ વગર ત્રણ માસથી વધુ રાઈડ ચાલુ રાખી શકાશે નહીં. સીટી રાઈડ સેફ્ટી કમિટીએ રાઈડનું ઈન્સ્પેક્શન કરવાનું રહેશે. આ કમિટીએ દર ત્રણ મહિને ઈન્સ્પેક્શન કરવાનું રહેશે, તેમજ કમિટીએ લાઈસન્સિંગ ઓથોરીટીને રીપોર્ટ સોંપવાનો રહેશે.

આ પણ વાંચો : ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ મનપા કમિશનરને 112 વેપારી એસોસિયેશને કરી રજૂઆત

વીમો ફરજિયાત- 10 લાખની સહાય

આ ઉપરાંત કોઈપણ ગેમઝોન કે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે રાઈડ શરૂ થતા પહેલા ઓપરેટરે તેની સુરક્ષા અંગે ચકાસણી કરવાની રહેશે. જો અકસ્માત થાય તો રાઈડની સેવાઓ બંધ કરવાની રહેશે અને અકસ્માત બાદ બંધ થયેલી સેવાઓ લાઈસન્સ મેળવ્યા બાદ જ શરૂ થઈ શકશે.

એમ્યુઝમેન્ટ રાઈડ માટે પહેલીથી પરવાનગી લેવી પડશે. એમ્યુઝમેન્ટ પાર્કના ધારકોએ ફરજીયાત વિમો લેવો પડશે. અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં રૂપિયા 10 લાખ સહાયનો વિમો લેવો પડશે. અકસ્માતમાં સારવાર માટે રૂપિયા 2 લાખથી લઈને 7.5 લાખની સારવાર માટે વિમો લેવો પડશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker