આપણું ગુજરાતમહારાષ્ટ્ર

Gujarat-Mumbai વચ્ચે પ્રવાસ કરવા ઈચ્છતા પ્રવાસીઓ પહેલા આ જાણી લો

અમદાવાદઃ મુંબઈથી ગુજરાત-કચ્છ આવતા પ્રવાસીઓએ ખાસ નોંધવા જેવી વિગતો છે.

Western Railways ના સુરત સ્ટેશન (Surat Station) પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો જાણી લો…

06 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વડોદરા-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ્સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને દાદર-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.

7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.

આપણ વાંચો: સુરતના લિંબાયતમાં ‘ઓનર કિલિંગ’, બે ભાઈએ ચપ્પાના ઘા ઝીંકી બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

આ સાથે અમદાવાદ રેલવે મંડળે (Ahmedabad Railway Zone) આપેલી માહિતી અનુસાર 07 એપ્રિલ 2024 થી, અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર સાઈડ) થી ચલાવવામાં આવશે અને સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ થશે.

ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે શિફ્ટ કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ 2024 થી (યાત્રા પ્રારંભ કરવાવાળી) સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ સાબરમતી સ્ટેશન 08.05 કલાકે પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button