ગદ્દાર; ભરૂચમાં રહી પાકિસ્તાનને આપતો હતો ભારતની ગુપ્ત માહિતી : સીઆઇડી એ ઝડપી લીધો

ગુજરાતમાથી ફરી એક વાર પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા યુવકની ધરપકડ. કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે સુરતમાં એક મૌલવીની ગિરફ્તારી કરવામાં આવી હતી અને તેની પાસેથી પાકિસ્તાન ,ઇંડોનેશિયા સહિતના દેશો સાથે કનેક્શન ધરાવતા વોટ્સએપ મળ્યા હતા.
ત્યાર બાદ હવે ભરૂચની એક કેમિકલ ફેકટરીમાં કામ કરતાં અને મૂળ બિહારના યુવક પ્રવીણ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. પ્રવીણ મિશ્રા પાકિસ્તાનમાં ફેસબુક દ્વારા માહિતી આપ લે કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્રવીણ પાસેથી ભારતની અલગ અલગ એજન્સી અને કંપનીઓની માહિતી મળી હતી. ગુજરાત સીઆઇડી ક્રાઇમે લાંબા સેમીથી પ્રવીણ ઉપર વોચ ગોઠવી હતી અને અંતે તેને ઝડપી લીધો હતો.
સીઆઇડી ક્રાઇમના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતની ગુપ્ત માહિતી આપ-લે કરતો પ્રવીણ બ્રહ્મહોસ મિસાઈલ અંગે માહિતી મેળવી ચૂક્યો છે , મૂળ બિહારનો રહેવાસી પ્રવીણ એરો નોટિકલ એન્જી.ની તાલીમ લઈને હૈદરાબાદમાં drdo સાથે મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. અને અંકલેશ્વરમાં આવેલી એક કંપનીમાં પણ sinthetik drdoને સપ્લાય કરતો હતો.
ગુજરાતના ભરૂચમાં રહીને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો. જો કે, ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે .સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી પ્રવિનના કનેક્શન કોની કોની સાથે ,ગુજરાત અને ગુજરાત બહારના ક્યાં ક્યાં રાજ્યોમાં સંપર્ક છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.