અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, મોરબીમાં માતા-પિતા અને બહેને મળીને સગીરાની કરી હત્યા

ગુજરાતના મોરબીમાં ઓનર કિલિંગની એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. વાંકાનેર તાલુકાના એક ગામ દિઘડીયામાં એક 16 વર્ષીય સગીરાનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતદેહને વાંકાનેર સરકારી દવાખાને મોકલવામાં આવતાં ત્યાંના તબીબે તેને હત્યાનો કેસ જાહેર કરી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ સમગ્ર મામલે ડોક્ટરે જણાવ્યું કે યુવતીના ગળા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે પરિવારજનોની કડક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબૂલી લીધો હતો. માતા-પિતા અને બહેને જ સગીરાની હત્યા કરી હતી. સગીરાની હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: અનૈતિક સંબંધની શંકા પરથી યુવકની હત્યા કરી, મૃતદેહ મીઠી નદીમાં ફેંક્યો: ત્રણ જણની ધરપકડ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સગીરાને તેની મોટી બહેનની ભાભીના પતિ સાથે અફેર ચાલી રહ્યું હતું. ઘણી વખત સમજાવવા છતાં તે માની નહોંતી આ કારણે તેની ભાભીના છુટાછેડા થઈ ગયા હતા, તેમ છતાં યુવતી તે વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી રહી આ વાતને લઈને પરિવારના સભ્યો ખૂબ નારાજ હતા.
આ તમામ કારણોસર સગીકા જ્યારે સૂઈ રહી હતી ત્યારે તેના પિતાએ ઓશીકું વડે મોઢું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સગીરનું મૃત્યુ થયું ન હતું. ત્યારબાદ તેની માતાએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પડોશીઓને હત્યાની શંકા ન જાય તે માટે પરિવારે રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે સગીરાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.