આપણું ગુજરાત

Tourism: જૂનાગઢ ફરવા જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લેજો

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જવા માટે બનેલા આધુનિક રોપ-વે (Rope Way) સેવાને ખરાબ હવામાનના લીધે બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

જૂનાગઢમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ભારે પવન ફૂંકાવાને પગલે રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેવી અસમંજસની સ્થિતીમાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા.

ગિરનાર પર્વત પર વધુ પવનના કારણે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર મા અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓએ રોપ-વે ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે, તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આપણ વાંચો: જૂનાગઢ સીટના ભાજપ ઉમેદવાર રાજેશ ચૂડાસમા સામે લોહાણા સમાજ લાલઘૂમ, ટિકિટ રદ કરવાની માગ બુલંદ

ઉલ્લેખનિય છે કે જુનાગઢમાં આવનાર પ્રવાસી રોપ વે ની મુલાકાત લેતા હોય છે. પરંતુ આજે રોપ-વે બંધ હોવાના લીધે અહીં આવનાર પ્રવાસીઓ પણ નિરાશ થઈ પાછા ફરી રહ્યા છે . ત્યારે રોપ વે ની ઉસા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવામાન યોગ્ય થયા બાદ રોપ-વેને ફરી શરૂ કરવામાં આવશે.

જુનાગઢ નજીક આવેલા ઘણા પર્યટન સ્થળો છે ત્યારે અહીં આવતા લોકોમાં રોપ વે ની પસંદગી ખૂબ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકોમાં રોપવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જુનાગઢ,સાસણ,સતાધાર ,મઢડા, અને અન્ય ફરવા લાયક સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…