માલપુરની વાત્રક નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત

માલપુર: અરવલ્લી જિલ્લામાં નદીમાં નહાવા ગયેલા ત્રણ કિશોર ડૂબ્યાં હતા. અરવલ્લીનાં માલપુરની વાત્રક નદીમાં જૂના પુલ પાસે નહાવા ગયેલા ત્રણ કિશોર ડૂબ્યાં હતા. એકબીજાને પકડવામાં ત્રણે કિશોરો ડૂબ્યાં હતા, આ ઘટનામાં ત્રણે કિશોરોનાં મૃત્યુ નિપજ્યાં હોવાના અહેવાલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાનાં માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હતા. ત્રણેય મિત્ર જૂના પુલ પાસે નહાવા ગયા હતા અને આ દરમિયાન આ ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાંની સાથે સ્થાનિક તરવૈયાઓ પહોંચી ગયા હતા અને તાત્કાલિક ત્રણે કિશોરને બહાર કાઢ્યા હતા. પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ત્રણેય કિશોરનાં મોત નિપજ્યાં હતા.
આપણ વાંચો: કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં
મળી રહેલી વિગતો અનુસાર મૃતકોમાં સુલતાન ઈમ્તિયાઝ દીવાન (14 વર્ષ), રોનક સમજુભાઈ ફકીર (12 વર્ષ) અને સાહબાઝ સીરાઝ પઠાણ (14 વર્ષ)નો સમાવેશ થાય છે. હાલ આ ત્રણે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.