આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં થયેલા મતદાનથી પણ આ વખતે ઓછું !

ગુજરાત લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું. આંખોમાં ઉજાગરા આંજીને,ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારને મનાવવા,રીઝવવા દોડતી રહી પણ મતદાર જેનું નામ. પાંચ વર્ષે આવેલા નેતા નામના અવસરીયાને ઓળખી ગયા. અને કાળઝાળ ગરમી વચ્ચે નેતાઓ અને કાર્યકરોને ‘પગ નીચે આવેલા રેલાથી હરખાતો રહ્યા’ પરિણામે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમા છેલ્લા એક દાયકામાં થયેલા મતદાન કરતાં પણ ઓછું મતદાન થયું. ( અંતિમ આંકડા મોડી રાત્રે ) પ્રખર ગરમી વચ્ચે મતદાર ઉદાસીન રહ્યો કે પછી ચૂંટણી જીતવા અપાતાં વચનો પરનો ભરોસો તૂટી ગયો ? મતદાનમાં નિરુત્સાહનો મતલબ મતદારપોતાના મતાધિકારથી વંચિત રહ્યો છે.જાણી-જોઈને.

દક્ષિણના પ્રવેશ દ્વારમાં જ ડખો, વસાવા વિરુદ્ધ વસાવા વધતાં એક વધુ વસાવા

ગુજરાતીમાં કહેવત છે ‘ભાંગ્યું તો ય ભરુચ’ દક્ષિણ ગુજરાતનાં પ્રવેશ દ્વારની આ બેઠક આદિવાસી વિસ્તારનો ગઢ ગણાય છે. મોડી સરકારમાં લગભગ અઢી વર્ષ કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા મનસુખ વસાવા લગભગ 6 ટર્મથી આ બેઠક પરથી જિતતા આવ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી તેમની સાતમી ટર્મ છે. આ પૂર્વ કેન્દ્રિય મંત્રી ભાજપના બટકબોલા નેતા રહ્યા છે.પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેર સભામાં ઠમઠોર્યા છે.પાર્ટીની કેટલીક બાબતોની જાહેર મંચ પર ટીકા કરી છે.લોકસભામાં ટિકિટની વહેચણી પહેલા ચોક્કસ મનાતું હતું કે, ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહીં જ આપે’ પણ મનસુખ ભાઈને ભાજપે સાતમી વખત મેદાનમાં ઉતાર્યા સિવાય છૂટકો નહોતો.

ભરુચ જીલલ્ના ડેડીયા પાડા વિસ્તારના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસવાનું નામ બહુ પહેલા જ કેજરીવાલે જાહેર કરી દીધું હતું કે ભરુચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા જ ચૂંટણી લડશે. જો કે ત્યારે કોંગ્રેસ -આપ ગઠબંધન્ની કોઈ જ વાત પાયામાં પણ નહોતી. સ્વર્ગીય અહેમદ પટેલના દબદબા વાળા ભરૂચમાં પટેલ પરિવારના જ બે સદસ્યો કોંગ્રેસ માટે મેદાનમાં હતા. ગઠબંધન થતાં તેઓની આશાઓ પર પાણી ફરી વળ્યું. કહેવાય છે કે, ચૈતર વસાવના જંગમાં આવતા જ ભાજપે મનસુખ વસાવાનો કોઈ વિકલ્પ નહીં હોવાની અનુભૂતિ થઈ અને મનસુખ ભાઈને ટિકિટ મળી.

હવે લોકસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના 35 વર્ષીય યુવા નેતા ચૈતર વસાવા,મનસુખ વસાવા સામે મેદાનમાં આવ્યા. વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતાં અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સદસ્ય હતા. આદિવાસી વિસ્તારના દબંગ નેતા છોટુ વસાવાના એકદમ નજદીકી. 2014થી બીટીપીમાં રહેલા ચૈતર વસાવા વિધાનસભા ચૂંટણીમા ડેડીયાપાડા વિધાનસભામાથી આપમાથી લડ્યા, જીતી જતાં ધારાસભ્ય બન્યા.

હવે ત્રીજા વસાવાની ‘એન્ટ્રી’

બીટીપીના મુખિયા છોટું વસાવાને પોતાનો જમણો હાથ જતો હાથ ગયાનું દુ;ખ સાથે છૂપી દુશ્મનાવટ થઈ. હવે ચિતાર લોકસભમાં આવતા આ ત્રીજા વસાવા સક્રિય થયા. ‘દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત’ વાળી કહેવત પ્રમાણે તેમણે ચૈતરને નુકસાન કરવવાના પ્રયાસો શરૂ કર્યા. હવે જ્યારે લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે કેવું વોટિંગ થયું તે પણ જાણીએ.

જેથી બે ઉમેદવાર વસાવાની લડાઈમાં ‘ત્રીજા;વસાવાનું પ્રભુત્વ અને વજૂદ કેટલી અને કેવી અસર પાડશે તેનો અંદાજ આવશે. ભરુચ લોકસભા બેઠક પર સાંજે 6 વાગ્યે પૂર્ણ થયેલા મતદાનમાં 64.18 ટકા, નવસારીમાં 56.09 ટકા, વલસાડમાં 68.66 ટકા, અને બારડોલીમાં 61 ટકા વોટિંગ થયું છે. આમ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વોટિંગ 62,48 ટકા રહ્યું છે. મોડી રાત્રે આંકડાઓ આવે તો તેમાં કેટલી ટકાવારીનો ફેર પડે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button