આપણું ગુજરાતઆમચી મુંબઈ

વંદે ભારતનો આ રૂટ છે મુસાફરોમાં હૉટ ફેવરીટ

હાલમાં પશ્ચિમ રેલવે પર ચાર રૂટ પર વંદે ભારત ટ્રેનો દોડે છે જેમાં મુંબઈ-ગાંધીનગર કેપિટલ, અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ઈન્દોર-ભોપાલ- નાગપુરનો સમાવેશ થાય છે. મુસાફરોએ અન્ય ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત ટ્રેનના આરામદાયક યાત્રા, આલીશાન દેખાવ, વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને ઝડપથી પહોંચાડતી હોવાથી વખણ કર્યા છે.

હવાઈ મુસાફરીમાં ચેક ઈન વગેરેની સમસ્યા, તેમ જ મોંઘા ભાવની સરખામણીમાં બિઝનેસ ક્લાસ અને નિયમિત પ્રવાસ કરતા મુસાફરોને આ ટ્રેન ઝડપી અને સસ્તી લાગતી હોવાથી વંદે ભારત ટ્રેન લોકપ્રિય બની રહી છે ત્યારે રેલવેએ આપેલી માહિતી અનુસાર આ ચાર ટ્રેનમાં પણ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન સૌથી વધારે પ્રવાસીઓ મેળવી રહી છે.

રેલવેએ આપેલી અખબાર યાદી અનુસાર

પશ્ચિમ રેલવેની મુંબઈ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હતી, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે રાજ્યની રાજધાની મુંબઈ અને ગુજરાતને જોડે છે અને જે માર્ગમાં સાત જિલ્લાઓને આવરી લે છે બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશનો પર રોકાય છે, 130% થી વધુની સરેરાશ ઓક્યુપેન્સી સાથે આ ટ્રેન મુસાફરોમાં ઝડપથી લોકપ્રિય બની ગઈ છે.

આ ટ્રેનની માંગ તમામ વય જૂથોમાં ખૂબ જ વધારે છે, ખાસ કરીને 31 થી 45 વર્ષની વયજૂથના મુસાફરોની સંખ્યા 33% થી વધુ છે, ત્યારબાદ 46 થી 60 વર્ષની વય જૂથના મુસાફરો છે જેની સંખ્યા 25% થી વધુ છે જ્યારે 15 થી 30 વર્ષની વય જૂથના મુસાફરોની સંખ્યા લગભગ 24% છે.

વરિષ્ઠ નાગરિકો લગભગ 14% છે. ઉપરાંત, આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં સરળતાને કારણે, મહિલા મુસાફરો વંદે ભારત ટ્રેનને મહત્તમ પસંદગી આપી રહી છે. તેવી જ રીતે પશ્ચિમ રેલવેની અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ઈન્દોર-નાગપુર વંદે ભારત ટ્રેનોને પણ 25 થી 45 વર્ષની વયજૂથના યુવાનો, વેપારી પ્રવાસીઓ અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વંદે ભારત ટ્રેનો ટ્રેનની મુસાફરીના આનંદની સાથે એરોપ્લેન જેવી ઝડપી, આરામદાયક અને સ્ટાઇલિશ મુસાફરીનો અનોખો અનુભવ આપે છે, જેના કારણે તેની ઓક્યુપેન્સી ઘણી વધારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button