આપણું ગુજરાતનેશનલ

લખનઉ મંડળમાં બારાબંકી યાર્ડ રિમોડેલિંગ કામને કારણે અમદાવાદની આ ટ્રેનને થશે અસર

અમદાવાદઃ અમદાવાદથી ઉત્તર ભારત તરફ ઘણી ટ્રેન જાય છે. અહીં રહેતા ઉત્તર ભારતવાસીઓ ઉપરાંત કામકાજ માટે જનારા અને પર્યટન માટે જનારા હજારો પ્રવાસી આ રૂટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલા ઉત્તર રેલવેના બારાબંકી યાર્ડ રિમોડલિંગના કામને કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આમાંથી અમુક ટ્રેન રદ કરવામાં આવી છે તો અમુકના રૂટ્સ બદલવામાં આવ્યા છે, જેની માહિતી અમદાવાદ રેલવે મંડળ દ્વારા આપવામાં આવી છે. આથી જો તમે પણ જો આ રૂટ્સ પરથી રેલવે મારફત પ્રવાસ કરવાના હો તો આ જાણકારી તમારી માટે મહત્વની છે.

રદ થનારી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિકએક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ 14, 16, 21, 23, 28, 30 ડિસેમ્બર 2023 અને 04, 06, 11, 13 જાન્યુઆરી 2024 અને 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ દ્વિ-સાપ્તાહિકએક્સપ્રેસ 16,18. , 23, 25. , 30 ડિસેમ્બર 2023 અને 01, 06, 08, 13, 15 જાન્યુઆરી 2024સુધી આંશિક રીતે બદલાયેલ રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી સિટી, ભટની જં. ગોરખપુર થઈને ચાલશે.
  2. ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધીઆંશિકરૂપ થી પરિવર્તિત માર્ગવાયાકાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથઈને ચાલશે.
  3. ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ 15 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ 18 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી, આંશિકરૂપ થી પરિવર્તિત માર્ગવાયાકાનપુર સેંટ્રલ,મિર્ઝાપુર,દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે.
  4. ટ્રેન નં. 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી આંશિકરૂપ થી પરિવર્તિત માર્ગવાયાબુઢવલ,સીતાપુરસિટીઅને શાહજહાંપુરથઈને ચાલશે.

રૂટ પર રેગુલેટ થનારી ટ્રેનો:

⦁ 18 ડિસેમ્બર 2023 થી 15 જાન્યુઆરી 2024 સુધીદરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 30 મિનિટ રેગુલેટથશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…