ચાકુ બતાવીને લોકોને ધમકાવતો હતો યુવક,વિડીયો વાયરલ થતાં પોલીસે ઝડપી લીધો

સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવક ચાકુ લઈને સોસાયટીમાં રહેતા લોકોને ડરાવતો-ધમકાવતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ. અને આરોપીને ઝડપી લીધો . આરોપીને ઝડપીને પોલીસ તેને એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તે દાદાગીરી કરવા અને ધાક જમાવવાની કોક્ષિશ કરતો હતો. આરોપીએ અહીં લોકોની હાથ જોડીને માફી માંગી.
રાત્રિના સમયે ચાકુ લઈને સોસાયટીના લોકોને ધમકાવતો હોવાનો વિડીયો ગુજરાતનાં સુરત શહેરમાં વાઇરલ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી આરંભી યુવકને શોધવાના પ્રયત્ન શરૂ કર્યા,અને તેને ઝડપી લીધો પોલીસ તેને એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તે ધાક જમાવવા પ્રયત્ન કરતો હતો.આ બાદ ,આરોપીએ એ વિસ્તારના લોકોની હાથ જોડીને માફી માંગી હતી.
ઘટના લિંબાયત વિસ્તારના નિલગિરી વિસ્તારની છે. સીસીટીવીના દ્ર્શ્યોમાં દેખાઈ રહ્યું હતું કે એક યુવક કામરે લટકાવેલું ચાકુ કાઢીને લોકોને ધમકાવતો હતો. સીસીટીવીના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસ ત્વરિત કાર્યવાહીમાં લાગી ગઈ હતી