‘એક ઉઠું ઊઠે, બે ઊંઠા જૂઠે’ સરકારને હાજરીના ‘ઉલટા ચશ્મા’ પહેરાવી વિદેશ રહી શિક્ષકો પગાર ‘ઓહિયા’ કરી ગયા !
ગુજરાતમાં શ્રેસ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને ઉત્તમ શિક્ષકો હોવાના સતત પ્રચાર અને અને ગુણવતાયુક્ત શિક્ષણ પાછળ કરોડો ખર્ચી નાખતી ગુજરાત સરકારને તેના જ પગારદાર શિક્ષકો ઊંઠા ભણાવે,અને ગાંધીનગર બેઠેલી સરકાર કે જિલ્લા શિક્ષણ વિભાગને ખબર સુદ્ધાં ના પડે,એવું તો કદાચ ગુજરાતમાં જ શક્ય છે.
આ વાત એક-બે શિક્ષકો પૂરતી સીમિત નથી પરંતુ રાજ્યમાં 10 થી 12 એવા શિક્ષકો છે જેઓની સ્કૂલ રજીસ્ટરમાં હાજરી બોલે છે નિયમિત પણે, પરંતુ તેઓ છેલ્લા કેટલાય વરસોથી કોઈ જાતની પૂર્વ મંજૂરી કે રજા લીધા સિવાય,વિદેશમાં લીલા લહેર કરે છે. અને પોતાની શૈક્ષણિક સંસ્થાનો દર મહિને નિયમિત રીતે પગાર પણ મેળવે છે.
રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં એક તરફ શિક્ષકો ની ઘટ પ્રવર્તે છે જેને લઈને વારંવાર સરકારને રજૂઆતો થાય છે. બીજી તરફ ફિક્સ પગારના શિક્ષકોને સરકાર ભરતી કરવામાં રસ દાખવે છે. પરંતુ સૌથી મોટી કરુણતા એ છે કે વિદેશ વસતા શિક્ષકોની નિયમિત હાજરી ભરાતી હોવા છ્તા આટલા વર્ષોમાં શાળાનો એક પણ શિક્ષક સામે નથી આવ્યો કે નથી જિલ્લા વહીવટી તંત્રએ ક્યારેય તપાસ કરી.
તાજેતરમાં જ અંબાજીની એક સ્કૂલનાં મહિલા શિક્ષક વિદેશ હોવા છતાં તેઓનું નામ સ્કૂલમાં ચાલી રહ્યું છે. અંબાજી બાદ કપડવંજના અને વાવ તાલુકામાં પણ બે કિસ્સા સામે આવ્યા છે. શિક્ષકો જ ગેરહાજર રહેતા હોવાનું બહાર આવવા પામ્યું છે. અંબાજીના પાન્છા ગામે ભાવના પટેલ નામની શિક્ષિકા નોકરી કર્યા વિના જ પગાર મેળતાં હોવાનું સામે આવ્યું.
આ પણ વાંચો: જૂના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો : આ મળશે લાભ….
મેડમ આખું વર્ષ અમેરિકામાં રહે છે અને દિવાળી પર આવી થોડા દિવસ ભણાવી પગાર લઈ જતાં રહ્યા હતા. હવે કપડવંજના વાટા શિવપૂરામાં શિક્ષક બહાર ફરતા હોવાનું અને તેની જગ્યાએ અન્ય વ્યક્તિ ભણાવતી હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ વાવ તાલુકાના ઉંચપા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ પણ કેનેડામાં સ્થાયી થયા હોવાથી 2 વર્ષથી ગેરહાજર છે.
તો મધ્ય ગુજરાતનાં કપડવંજની વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં પણ આશિષ પટેલ નામનાં શિક્ષક કાયમી ગેરહાજર હોવા છતાં પગાર નિયમિત મેળવે છે. જ્યારે તેમની જગ્યાએ વિજય નામનો વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવે છે.
અંબાજી, બનાસકાંઠા બાદ બનાસકાંઠા જીલ્લાનાં વાવ તાલુકામાં વધુ એક શિક્ષક પણ વિદેશમાં રહેતા હોવાનું તપાસમાં સામે આવવા પામ્યું છે. જેમાં વાવ તાલુકાની ઉંચપા પ્રાથમિક શાળામાં દર્શન પટેલ નામનો શિક્ષક છેલ્લા બે વર્ષથી કેનેડામાં સ્થાયી થવા હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે તંત્રની મિલી ભગતથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. છે.
એક સાથે 10 થી 12 કિસ્સાઓ સામે આવતા સરકાર સફાળી બેઠી થઈ ગઈ છે. રાજ્યના આરોગી અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ હવે તપાસ માટે આદેશ આપી રહ્યા છે. પણ ખાતાકીય કાર્યવાહી કેવી રીતે થશે ? અત્યાર સુધી ચૂકવાયેલા પગારનું શું ? અને સરકારને જ ‘આધળો પાટો’, રમાડીને પગાર રૂપી દાવ લઈ લીધો તેનું શું મૂલ કરશે સરકાર ?