આપણું ગુજરાતનેશનલ

‘ગોધરા કાંડ’નો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાની હતી યોજનાઃ આતંકવાદીની કબૂલાત

નવી દિલ્હી: દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીની સામે આઈએસઆઈએસના આતંકવાદી શાહનવાજ આલમના ઈન્ટરોગેશન દરમિયાન સૌથી મોટા ખુલાસા કરતા પ્રશાસન ચોંકી ગયું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકવાદી જૂથ આઇએસઆઇએસથી જોડાયેલા શાહનવાજ આલમ નામના આતંકવાદીની ધરપકડ બાદ તેણે ગુજરાતમાં થયેલા ગોધરા કાંડનો બદલો લેવા માટે ગુજરાતના શહેરોમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી.

આ કબૂલાત સાંભળીને એનઆઇએ પણ અલર્ટ મોડ પર આવી ગઈ છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે અટક કરવામાં આવેલા આતંકવાદી શાહનવાજ આલમે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગ કર્યું હતું ત્યાર બાદ તેણે માઇનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

શાહનવાજના ઠેકાણે દરોડા પાડી તેની અટક કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મોબાઇલમાંથી અનેક સંદીગ્ધ તસવીરો મળી આવી હતી, જેમાં તે ઘરમાં જ આઇઇડી બોમ્બ બનાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ વખતે શાહનવાજે કબૂલ્યું હતું કે ભારતના ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત વગેરે શહેરો આતંકવાદીઓના રડાર પર છે.

અધિકારીએ જણાવ્યું હતું કે શાહનવાજ આલમ એનઆઇએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે અને તેના પર પાંચ લાખનું ઈનામ પણ રાખવામા આવ્યું હતું. શાહનવાજની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પુણેમાં પણ આઇએસઆઇએસ મોડલના પણ આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

અટક બાદ શાહનવાજે એનઆઇએને કહ્યું હતું કે આઇએસઆઇએસ દ્વારા ગુજરાતના ગોધરા કાંડનો બદલો લેવા માટે ગુજરાતના શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહી હતી. સાથે જ પુણે-મહારાષ્ટ્રના આઇએસઆઇએસના મોડેલ દ્વારા પણ મુંબઈ અને ગુજરાતના શહેરોમાં આતંકવાદી હુમલો કરવામાં આવી શકે છે.

શાહનવાજે એનઆઇએને આપેલી માહિતી મુજબ ગુજરાતમાં ભાજપના હેડક્વાર્ટર, આરએસએસના હેડક્વાર્ટર, હાઇ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદીઓના ધાર્મિક સ્થળે, રેલવે સ્ટેશન, ભીડવાળા બજારો અને વીઆઇપી વ્યક્તિના ઘર અને રુટ પર આતંકવાદી હુમલો કરવાની યોજના હતી.

ગુજરાતમાં હુમલાઓ કરવા માટે આતંકવાદીઓએ આ બધા વિસ્તારોની તસવીરો, વીડિયો અને માહિતી વિદેશ મોકલી હતી. આ હુમલાઓ કરવામાં માટે મોક મિશન પણ કરવામાં આવ્યું હતું. આ બધુ કરવા માટે આતંકવાદીઓ દ્વારા બાઇક ભાડે લેવામાં આવી છે અને આઇએસઆઇએસના અબુ સુલેમાનના કહેવાથી આ હુમલાની યોજના બનાવી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button