સ્માર્ટ મીટર નો વિરોધ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યો છે
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલ સ્માર્ટ મીટર નો વિરોધ પ્રસરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આમોકો ઝડપી અને ઠેર ઠેર વીજ કચેરીઓમાં આવેદનપત્રો આપી અને વિરોધ શરૂ કર્યો છે. શેરી મહોલ્લા મીટીંગ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને નિમ્ન મધ્યમ અને મધ્યમ વર્ગ વ્યાપક પ્રમાણમાં સ્માર્ટ મીટર નો વિરોધ કરી રહ્યો છે.
સામાન્ય માણસને ન પરવડે તેવા અમુક જગ્યાએ બિલ આવ્યા છે. વીજ વિભાગ સ્માર્ટ રીતે ગ્રાહકોને સમજાવી રહી છે કે જુના મીટર જેવું જ આ મીટર છે પરંતુ ગ્રાહકોના મગજમાં આ વાત ઉતરતી નથી. વીજ કંપનીઓ પણ કશુક છુપાવતી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: મુંબઈમાં વીજ ગ્રાહકોને મળશે પ્રીપેડ સ્માર્ટ મીટર; અદાણી કંપનીને સોંપાઇ મીટર બદલવાની કામગીરી
આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને સ્માર્ટ મીટરને લઈને રજૂઆત કરાઈ હતી.
સ્માર્ટ મીટરના વિરોધની સાથે સાથે આમ આદમી પાર્ટી એ પંજાબ અને દિલ્હીમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે તેમ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ મફત આપવામાં આવે તેવી માગણી કરી છે.
જુના મીટર યથાવત રાખવા અને સ્માર્ટ મીટર ન લગાડવા દેવા પ્રજાને સાથે રાખી આંદોલનો શરૂ થયા છે. તેમના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અનેક ફરિયાદો આવે છે.
લોકોને પોતાના આર્થિક આયોજન સાથે સંકળાયેલ પ્રશ્ન હોય રાજકીય સપોર્ટ મળી રહે છે. આમ આદમી પાર્ટી એ સ્માર્ટ મીટરના પ્રોજેક્ટને બંધ કરી દેવો જોઈએ તેવી માગણી રજૂ કરી છે. અને પ્રોજેક્ટ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉરચારી છે.