આપણું ગુજરાત

જેને દીકરાની જેમ સાચવ્યો તેણે જ માતાની કૂખ ઉજાડીઃ હચમચાવી દેનારો કિસ્સો

વર્ષોથી બે પરિવારો એકબીજા સાથે સારો સંબંધ ધરાવતા હતા અને એકબીજાના સંતાનોને પણ પોતાના ગણી રાખતા હતા, પરંતુ બન્ને પરિવારોને લગીરે ખ્યાલ નહીં હોય કે એકનું સંતાન બીજાના સંતાનનો જીવ લેશે અને તેમને હંમેશાંને માટે રડતા કરી મૂકશે. ઘટના સૌરાષ્ટ્રના જામનગરની છે. અહીં ગુરુવારે રાત્રે 11માં ધોરણમાં અભ્યાસ કરતો એક કિશોર ઘરે પાછો ન આવતા પરિવારે શોધ્યો હતો તેમ જ પોલીસને પણ જાણ કરી હતી. શુક્રવારે જામનગર-કાલાવાડ હાઈ વે પર આ કિશોરની અડધી બળેલી લાશ મળી આવી હતી. તે બાદ પોલીસે કરેલી તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું અને માણસાઈને શરમાવી દે તેવું હતું.

આ પરિવારના મિત્ર પરિવારનો 22 વર્ષનો યુવાન આ કિશોરનો ગાઢ મિત્ર હતો અને આ મિત્રતા કથિત રીતે સજાતીય સંબંધોમાં પરિણમી હતી. થોડા સમયથી કિશોર પોતાના પર ધ્યાન ન દેતાો હોવાનું અને સોશિયલ મીડિયામાં બીજા સાથે વધારે મિત્રતા રાખતો હોવાનું આન 22 વર્ષીય આરોપીને લાગતું હતું. આરોપી તેનામાં એટલો રસ ધરાવતો હતો કે જ્યાં જાય ત્યાં તેનો ફોટો લઈ જતો અને તેને જોયા કરતો. તેનાથી પોતાનો મિત્ર દૂર જતો સહન થયો નહીં અને તેણે એક દિવસ તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.

તેણે કિશોરની સાયકલને પંકચર કરી જેથી તે સ્કૂલે જવા માટે આરોપીની બાઈક પર બેઠો. આરોપીએ પોતાના એક મિત્રને પણ સાથે લીધો. તેને સ્કૂલની બદલે હાઈ વે પર લઈ જઈ તેને દુપટ્ટા વડે મારી નાખ્યો અને પછી તેની લાશને પેટ્રોલ છાંટી સળગાવી દીધી. આમ કર્યા બાદ આરોપી મિત્રના ઘરે ગયો અને પરિવાર સાથે તેને શોધવામાં મદદ પણ કરી. જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ભાંડો ફોડી નાખ્યો. આરોપી અને તેના મિત્રની ધરપકડ કરી છે. જે કિશોરને મારી નાખ્યો તેની માતા આરોપીનું ખૂબ ધ્યાન રાખતી અને પોતાના સંતાનની જેમ લાડ લડાવતી, પરંતુ કમનસીબે આ દીકરાએ તેના પોતાના દીકરાનો આટલી બેરહેમીથી જીવ લીધો કે માના આંસુ હવે રોકાવાનું નામ લેતા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button