આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં મતદારોની સંખ્યા 3.3 લાખ ઘટી, આ છે કારણ

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે એ પહેલા ગુજરાતના મતદારોમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. વર્ષ 2022ની મતદારોની યાદી અને આ વર્ષે આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે આકાર લઇ રહેલી યાદીના આંકડા વચ્ચે સરખામણી કરીએ તો એક વર્ષમાં 3.30 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. મતદારોની સંખ્યમાં સૌથી વધુ ઘટાડો સુરતમાં નોંધાયો છે, સુરતમાં લગભગ 92,000 મતદારો ઘટ્યા હત, જ્યારે અમદાવાદમાં 64,000 મતદારો ઓછા થયા છે.

વર્ષ 2022ની મતદાર યાદી મુજબ રાજ્યમાં 4.91 કરોડ મતદારો નોંધાયા હતા, જયારે ચલુ વર્ષની મતદાર યાદીમાં 4.88 કરોડ મતદારો નોંધાયા છે આમ 3.3 લાખ મતદારો ઓછા નોંધાયા છે. 1.82 લાખ પુરૂષ મતદારો અને 1.48 લાખ મહિલા મતદારો ઘટ્યા છે.

રસપ્રદ તારણ એ છે કે મતદારોની સંખ્યમાં સૌથી વધુ ઘટાડો સુરત, અમદાવાદ, વડોદરા અને ભાવનગરના જેવા શહેરી વિસ્તારોમાં થયો છે, આ ચાર શહેરોમાં જ 2.04 લાખ મતદારો ઘટ્યા છે.

બીજી તરફ રાજ્યના આઠ જિલ્લાઓમાં મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. દાહોદ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, ડાંગ, મહિસાગર, સાબરકાંઠા અને પાટણ જીલ્લામાં મતદારોની સંખ્યા વધી છે.

વિષયના જાણકારોના જણાવ્યા પ્રમાણે મતદારોમાં થયેલા ઘટાડા માટે મુખ્ય કારણ પરપ્રાંતિય મજૂરોનું પાછા ફરવું છે જેઓ એક સમયે ગુજરાતમાં કાયમી વસી ગયા હતા. જ્યારે તમે વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોની સંખ્યાની તુલના કરો છો ત્યારે આ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં અમરાઈવાડીમાં 11,292 થી વધુ મતદારોનું ઓછા થયા છે. આ મતવિસ્તારમાં મુખ્યત્વે પરપ્રાતીય લોકો રહે છે. સુરતમાં ઓલપાડમાં સ્થળાંતરિત સમુદાયોની વસ્તી છે, ઓલપાડમાં પણ 15,438 મતદારોનો ઘટાડો નોંધાયો હતો. કરજણમાં પણ 14,750નો નોંધાયો છે. આ ઘટાડો મુખ્યત્વે ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થળાંતર કરનારા મતદારોને કારણે થયો છે.

એક અવલોકન મુજબ કોવિડ-19 પાનડેમિક દરમિયાન ગુજરાત છોડી પોતાના મૂળ વતન તરફ સ્થળાંતર કરી ગયેલા ઘણા લોકો પરત ફર્યા નથી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મતદારોની નોંધણી માટેના ઘણા ફોર્મ હાલમાં પ્રક્રિયામાં છે અને સમયસર ઉમેરવામાં આવશે. રદ કરવામાં આવ્યા મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ગયા છે. અંતિમ આંકડા જાન્યુઆરી 2024માં જાહેર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…