આપણું ગુજરાત

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી, એવી ઠંડી પડશે કે…

Gujarat Weather Forecast: આજે ગરમ કપડા વગર વાસી ઉતરાયણમાં લોકો પતંગની મજા માણતા જોવા મળી રહ્યા છે. પરંતુ શક્યતાઓ ઘણી છે કે આગામી દિવસોમાં લોકો જાકીટ અને સ્વેટર વગર જોવા નહિ મળે. કારણ કે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. પરંતુ આ સાથે ખાસ રાહતની વાત એ પણ છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી નથી.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવ જણાવે છે કે, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. સાથે સાથે તેઓ જણાવે છે કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.

કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જવાની આગાહી અગાઉ પણ નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી અને, 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે તેવું જણાવ્યું હતું. આ સાથે આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. મહેસાણા જિલ્લામાં 14થી 16 જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવમાં તો ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધશે

રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવામાનની સ્થિતિ જોવામાં આવે તો 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. જેમા સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે. વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker