આપણું ગુજરાત

રિઝર્વ્ડ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોનો આતંક, પણ રેલવે પાસે નથી કોઈ જવાબ કે નથી ઉકેલ

અમદાવાદઃ તમે જ્યારે રેલવે સ્ટેશને ટાઈમસર પોતાની ટ્રેન બોર્ડ કરવા પહોંચી જાવ અને તમારા હાથમાં રિઝર્વ્ડ ટિકિટ પણ હોય, તેમ છતાં તમને બેસવા ન મળે અને જેઓ ટિકિટ વિના ચડી ગયા હોય તે તમારી સિટ પર કબ્જો કરે ત્યારે કેવું થાય. ભારતીય રેલવેના પ્રવાસીઓ માટે આ અનુભવ કંઈ નવો નથી. મોટાભાગની ટ્રેનમાં આ સમસ્યા મુસાફરોનો સતાવે છે, પરંતુ રેલવે નથી સરખા જવાબ આપતી કે નથી કોઈ કાયમી ઉકેલ લાવતી. ફરી આવી સ્થિતિ સર્જાતા એક મુસાફરે ટ્વીટ કરી રેલવેની મદદ માગી ત્યારે રેલવેએ એક નો એક જવાબ આપી દીધો. રેલવેનો જવાબ સાંભળી અન્ય નાગરિકો રોષે ભરાયા અને સોશિયલ મીડિયા પર રેલવે પર વરસી પડ્યા હોવાની ઘટના બની છે.

આ પણ વાંચો
: બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. વાયરલ પોસ્ટમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસનો ઉલ્લેખ છે. અહીં ટિકિટ બૂક કરાવી હોવા છતાં વિના ટિકિટે ચડી ગયેલા લોકો સિટ પર અડ્ડો જમાવી બેસી જાય છે અને અવાર નવાર મુસાફરો વચ્ચે ઝગડા થઈ જાય છે.

ભુજ-શાલીમાર ટ્રેનના મુસાફરે જ્યારે પોતાનો આ અનુભવ શેર કર્યો ત્યારે નેટ યુઝર્સ રીતસરના રેલવે પર વરસી પડ્યા હતા. તેમની ટ્વીટને 13 લાખ યુઝર્સે જોયો છે.

આ પણ વાંચો
: આગામી 5 વર્ષમાં રેલવેના વિકાસ માટે PM Modiની શું છે યોજના?

પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ત્યાં ભીડ એટલી બધી હતી કે લોકો માટે તેમની સીટ સુધી પહોંચવું મુશ્કેલ કામ હતું. યુઝરે પોતાની પોસ્ટમાં કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભારતીય રેલ્વેને ટેગ કર્યા અને પરિસ્થિતિને ઉકેલવા વિનંતી કરી. જોકે રેલવેએ વર્ષો જૂનો એક જ જવાબ આપ્યો કે તમારો ફોન નંબર ડાયરેક્ટ મેસેજ કરો અથવા તો આ નંબર પર ફોન કરો. આથી નેટીઝન્સ વધારે ભડક્યા. રેલ્વે સેવા આવા કિસ્સાઓમાં હંમેશા એક જ જવાબ આપવા માટે જાણીતી છે જેથી લોકોને વિશ્વાસ ન થયો કે મુસાફરોને કોઈ મદદ મળશે.

મુસાફરોએ એવી પણ ફરિયાદ કરી હતી કે આ સમસ્યા માત્ર સ્લીપર કૉચ પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મામલો માત્ર સ્લીપર કોચ પૂરતો મર્યાદિત નથી. એસી કોચના મુસાફરો દ્વારા પણ આવી ઘટનાઓ બને છે પરંતુ ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button