જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટી અને પોલીસની બેઠક
અમદાવાદ : આગામી 7 જુલાઇ અષાઢી બીજના ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (147 Rathyatra of lord jagannath)યોજાવાની છે. જેને અનુસંધાને રથયાત્રા અને મંદિરની સુરક્ષા નિશ્ચિત કરવા માટે અમદાવાદ સિટી પોલીસ કમિશનરે આજે જમાલપૂર જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર જી. એસ. માલિક સહિત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ અને મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક યોજાય હતી. તમામ અધિકારીઓએ ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા.
આગામી 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવાની છે. દેશની બીજા નંબરની આ સૌથી મોટી રથયાત્રા છે. જે અમદાવાદના જમાલપુરથી નીકળે છે. રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, આથી સુરક્ષાનો મુદ્દો ખૂબ જ મહત્વનો બની જાય છે. રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી, મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં લોકોઆવતા હોવાથી સુરક્ષાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
દર વર્ષે રથયાત્રામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાના રૂટ અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. રથયાત્રાના બે દિવસ પહેલા જ પોલીસ મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
રથયાત્રાને લઈને સુરક્ષા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. રથયાત્રાના રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાને લઈને મંદિર ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. જેને લઈને આજે ચર્ચા કરવામાં આવી હતી.