એપ્રિલમાં GPSC પાસ કરનાર શિક્ષકો હજુ પણ નિમણુંકની રાહ જોઈ રહ્યા છે

એપ્રિલમાં GPSC પાસ કરનાર શિક્ષકો હજુ પણ નિમણુંકની રાહ જોઈ રહ્યા છે

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC)ની પરીક્ષા, પરિણામ અને ત્યાર બાદ નિમણુકમાં વિલંબની ફરિયાદ અવારનવાર ઉઠતી રહે છે. ત્યારે વર્ષ 2020-21માં કોમર્સ શિક્ષકોની ભરતી માટે GPSC પરીક્ષાનું પરિણામ આ વર્ષે એપ્રિલ મહિનામાં આવ્યું હતું, તેમાં છતાં આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો હજુ પણ તેમની નિમણૂંકની રાહ જોઈ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કે 2020-21માં ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો માટે શિક્ષકોની ભરતી કરવા માટે GPSC દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાનું અંતિમ પરિણામ આ વર્ષે એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર 70 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.

એક તરફ કોલેજોમાં શિક્ષકોની અછત છે ત્યારે બીજી તરફ જે ઉમેદવારો જેમણે GPSCની પરીક્ષા પાસ કરી છે અને પોસ્ટ માટે લાયકાત સાબિત કરી છે તેઓ હજુ પણ તેમના નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારી કોલેજોમાં એકાઉન્ટન્ટની પોસ્ટ માટે 26 ઉમેદવારોએ GPSC પરીક્ષા પાસ કરી હતી. તેમની પણ હજુ નિમણૂક કરવામાં આવી નથી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button