આપણું ગુજરાત

સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો : ત્રણ મોટા શહેરોમાંથી ઝડપી 40 કરોડથી વધુની કરચોરી

રાજ્યમાં GST ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવતા,ચોરી-છૂપેથી વ્યવહારો કરતાં વેપારીઓ અને એકમોને ઝપટે લીધા છે. રાજ્યના મોટા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઇસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર ધોંસ બોલાવવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 40 કરોડ જેટલી રકમના ગેરકાયદે વ્યવહારો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગ્રાહકો પાસે કાયદેસરનો વેરો વસૂલ્યા બાદ પણ અલગ અલગ રીતથી કરચોરી આચરાતી હોવાનું પણ સામે આવ્યું છે. વ્યાપારીઓ દ્વારા જ On Line Payment અને QR Coad Scannerના Paymentમાં પણ મોટાપાયે ગેરરીતિઓ આચરાતી હોવાનું ખૂલ્યું છે.

રાજ્યના GST વિભાગ દ્વારા અલગ-અલગ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી. જીએસટી વિભાગના ધ્યાને આવ્યું હતું કે લાંબા સમયથી રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટના અંદાજિત 24 જેટલા અને મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લર તેમજ ખાણીપીણીના મોટા સ્ટોલ્સનાં લગભગ 47 જેટલા ધંધાકીય સ્થળોએ તપાસ આદરી હતી.

આ પણ વાંચો: Gujarat ના જીએસટી કમિશનરે મહાબળેશ્વર નજીક 620 એકર જમીન હડપી લીધી હોવાનો આક્ષેપ

આઆ તપાસ કાર્યવાહી દરમિયાન જીએસટી વિભાગને અંદાજિત રકમ 40 કરોડથી વધુના છૂપાવાયેલા વેચાણો મળી આવ્યા. આઆ તમામ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. 6.75 કરોડ, પિઝાના રૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુસ ના રૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો સાથે કુલ મળીને 40 કરોડથી વધુના છૂપાવાયેલા વેચાણો હાથ લાગ્યા હતા.

કીમિયાગર વ્યાપારીઓએ આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી દર્શાવ્યો હતો. સામાન્ય રીતે વ્યાપારીઓ જ્યારે રોકડથી વેચાણ કરતાં હોય છે ત્યારે મોટા ભાગે બિલો આપવાનું ટાળતા હોવાની સામાન્ય સમજ છે.

જ્યાં ગ્રાહકો QR Code સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છૂપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી કે કોઈ ત્રાહિત વ્યકિતના QR Code થકી તેમના બેન્ક અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. આમ રાજ્યના જીએસટી વિભાગની સતર્કતાથી મોટી કરચોરી ઝડપાઇ છે. અને સ્ટેટ જીએસટી વિભાગનાં રડારમાં હજુ પણ કેટલાય વ્યાપારીઓ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો