સુરતમાં સ્પેશિયલ 26! નકલી અધિકારી બની હીરા વેપારીને પાસે 8 કરોડ ખંખેર્યા, કઈક આ રીતે જમાવ્યો રોફ

સુરત: સત્ય ઘટનાથી પ્રેરિત બોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સ્પેશિયલ 26 જેવો ઘાટ સુરતમાં સર્જાયો છે. જેમાં નકલી અધિકારી બનીને હીરા વેપારી પાસેથી અધધધ 8 કરોડ રૂપિયા ખંખેરી લીધાનું બહાર આવ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગઠિયાએ હીરાના વેપારીને નિશાન બનાવી રૂ.8 કરોડની લૂંટ કરી હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ગુનાને અંજામ આપ્યા બાદ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાવનાર ગઠિયો જાણે કઇજ ન બન્યું હોય તેમ સરળતાથી ત્યથી છટકી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લૂંટારુ ઈકો કારને રોકે છે અને તેમાં સવાર અન્ય લોકોનું અપહરણ કરીને જતો રહે છે. 8 કરોડની લૂંટની આ ઘટનાનો પર્દાફાશ કરવા માટે સુરત પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરી રહી છે.
CCTVમાં કેદ થયેલા વિડિયોમાં દેખાય છે કે સામેથી આવતી ઇકો કારને હાથમાં સૂટકેસ અને ટોપી પહેરોલો માણસ તેને રોકી રહ્યો છે. થોભેલી કારનો દરવાજો ખોલે છે. ગઠિયો પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે આપે છે અને તેનું નકલી કાર્ડ પણ બતાવે છે. અને તેને કાર આગળ હંકારવાનું કહે છે.
પોલીસ સૂત્રો પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે તે કારમાં 4 લોકો સવાર હતા. જેમાં બે બે કરીને બધા લોકોને થોડા થોડા અંતરે કારમાંથી ઉતારી દીધા હતા. અને બાદમાં પોતે એકલો જ કાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હીરાના વેપારીએ સેફ ડિપોઝીટમાંથી 8 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તે ઇકો કારમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ પોતાની ઓળખ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી તરીકે આપે છે. તે હીરા ઉદ્યોગપતિની કારમાં બેઠેલા ચાર લોકો સાથે અપહરણ કરે છે. આ પછી તે ચારેય લોકોને અલગ-અલગ જગ્યાએ ડ્રોપ કરે છે. પછી તે એકલો ટેક્સ લઈને ભાગી જાય છે.
CCTVમાં કેદ થયેલા વિડીયો પ્રમાણે જે રીતે આખો ઘટનાક્રમ છે તેમાં આ લૂંટ પ્રથમ નજરે શંકાસ્પદ લાગી રહી છે. કારણ કે આરોપી ઘણી જ સરળતાથી જ પોતાનું કામ કરી રહ્યો છે અને તેમાં બેઠેલા લોકો પણ તેનો કોઈ જ પ્રતિકાર નથી કરી રહ્યા. સુરત પોલીસ લૂંટનો ભોગ બનેલા હીરાના વેપારીની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હીરાના ધંધાર્થી ફરિયાદ નોંધાવવાનો પણ ઈન્કાર કરી રહ્યા છે. પોલીસ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપી રહી નથી.