અમદાવાદઆપણું ગુજરાત

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો.

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે.આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે 9 મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણી યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે.ઓગસ્ટ માસ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય કે પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવત હોય આઝાદીકાળમાં આદિવાસીઓએ પોતાનુ મહત્નું યોગદાન આપ્યુ છે.ભારત દેશને પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મળ્યા છે. વડાપ્રધાનશ્રીએ આદિમ જુથોના30 હજાર પરિવારના 1.50 લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે.
માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે.

આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-2 માં વધુ એક લાખ કરોડ જોગવાઈ તેમજ 30 હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન રોજગારી થકી જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.

પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અંતર્ગત ઉન્નત ગ્રામ યોજના અંતર્ગત દેશના 63 હજાર ગામોના પાંચ કરોડ આદિજાતિ લોકોનો સો ટકા વિકાસ કરવાની નેમ લીધી છે આદિમ જૂથ એવા જૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત 30 હજાર પરિવારના1.50 લાખ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રધાનમંત્રી જન મન અભિયાન યોજાયું.

આદિજાતિ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારમાં રહી શિક્ષણ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવી છે. આદિજાતિ બાળકોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ અપાવી આદિજાતિ બેઠકો સંપૂર્ણ ભરાય તે રીતે 360 ડીગ્રી પરિવર્તન લાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિજાતિ વિકાસને વેગ મળ્યો છે અને મેડિકલ એન્જિનિયરિંગ માટે કોચિંગની સુવિધા ઉભી થતા આદિજાતિ વિદ્યાર્થીઓ આજે મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ લઈ રહ્યા છે.

૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાજ્યમાં કુલ રૂ.411.37 કરોડના 2240 કામોનુ ખાતમુહર્ત તથા રૂ.601.78 કરોડ 2053કામોનુ લોકાર્પણ આમ કુલ રૂ. 1014.14 કરોડના કુલ 4293 કામોનુ લોકાર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…