આપણું ગુજરાતનેશનલ

વડા પ્રધાનના જન્મ દિવસની ગુજરાતમાં ખાસ તૈયારીઓ થઈ રહી છે, સી.આર.પાટીલે આપી જાણકારી

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિવિધ કાર્યક્રમો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર સમાપ્ત થશે. વડા પ્રધાનના જન્મદિવસની રાજ્યવ્યાપી ઉજવણી અંગે માહિતી આપતા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “અમે નવસારી જિલ્લામાં શાળાની 30,000 વિદ્યાર્થિનીઓને યાદી તૈયાર કરી છે, તેમને પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળે એ માટે તેમના બેંક ખાતા ખોલાવવની શરૂઆત કરીશું. આ ઉપરાંત ભાજપ યુવા મોરચા ગુજરાતના તમામ જિલ્લાઓમાં રક્તદાન શિબિરોનું આયોજન કરશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરથી રાજ્યભરના તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા સુધીના કેન્દ્રો પરથી લાભાર્થીઓને પાંચ દિવસ માટે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભવ યોજના હેઠળ 60 હજાર લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમ આગળ પણ ચાલુ રહેશે. સ્ટેટ મેડિકલ સેલ 23 અને 24 સપ્ટેમ્બરના રોજ વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરશે. આ સાથે 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ અને 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ જિલ્લા અને રાજ્ય સ્તરે લોકકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સી.આર.પાટીલે કહ્યું, “26 સપ્ટેમ્બરથી દલિત વસતી સંપર્ક કાર્યક્રમ હેઠળ, ભાજપના નેતાઓ અને કાર્યકરો દલિત વસાહતોની મુલાકાત લેશે અને લોકોને મળશે, તેમની સમસ્યાઓ સાંભળશે અને ઉકેલ શોધવા માટે આગળ વધશે. રાજ્યભરના કુપોષિત બાળકોને 17 સપ્ટેમ્બરથી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રાજ્યમાં કુપોષણને દૂર કરવા માટે 31 ડિસેમ્બર સુધી સતત કામ કરશે.”

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker