વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત, 3000 ડ્રોન દ્વારા સોમનાથની ગાથા નિહાળશે

ગુજરાતની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભારતની સનાતન ચેતના, અતૂટ આસ્થા, એકતા અને સ્વાભિમાનનો ઉત્સવ બનવાની છે, આવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.
સોમનાથ હેલિપેડ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
પીએમ મોદીનું સોમનાથમાં નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું છે. સોમનાથ હેલિપેડ ખાતે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નાયમ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે અન્ય મહાનુભાવો પણ હેલિપેડ ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં માટે હાજર રહ્યાં હતાં.

વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચી દર્શનાર્થે પહોંચી ગયાં છે. સોમનાથ મંદિરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વીડિયો મારફતે લાઈવ જોડાયા છે. આ સિવાય સોમનાથ મંદિરના અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યાં છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા આવ્યાં પીએમ મોદી
આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. પીએમ મોદી પણ આ ડ્રોન શોનને નિહાળશે. પીએમ મોદી સોમનાથ ખાતે “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં સહભાગી થવા માટે આવ્યાં છે. સોમનાથ મંદિરમાં મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લઈને પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે તેમજ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં કરવાના છે.



