આપણું ગુજરાત

‘મૌસમને લી અંગડાઇ..’ ગુજરાતમાં ક્યાંક છાલ્લક, ક્યાંક છાંટા.. વરસાદ ભીંજવે

ગુજરાતમાં મોસમે કરવટ બદલતા અમુક જિલ્લામાં હીટ વેવની (heat wave)ની આગાહી કરી તો કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવાયા પ્રમાણે, આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ છ્વાયેલું રહેશે.

આ બે દિવસ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન હવામાને કર્યું છે. આગામી દિવસો માટે પણ હવામાન વિભાગની (Gujarat Weather) આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ હતી

ગુજરાતનાં બનાસકાંઠા, જૂનાગઢ કચ્છ , પોરબંદર, દ્વારકા,ભાણવડ જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે . ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વીજળી પડતાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદથી અત્યાર સુધીમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. બનાસ કાંઠામાં તો કરા સાથે વરસાદ શરૂ થયો તો પવિત્ર યાત્રાધામ અંબાજીમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા..પરિણામે મંદિર પરિસર તરફ આવતા અને જતાં શ્રદ્ધાળુ ઑ અટવાઈ ગયા હતા. બનાસકાંઠાના અંબાજી સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો. ધોમ ધખતા ઉનાળા વચ્ચે કમોસમી વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડકનો પણ નાગરિકોને અહેસાસ થયો છે.

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદ અને કૃષિની સ્થિતિની સમીક્ષા’ 41 તાલુકાઓમાં વરસાદ

બીજી તરફ કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કછના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોરદાર માવઠું થયું હતું. સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદના આક્રમણના કારણે કેરીના પાકને મોટી નુકશાની ભીતિ સેવાઇ રહી છે જો કે, કમોસમી વરસાદના કારણે કચ્છ વાસીઓને ભીષણ ગરમીમાંથી રાહત મળી હતી

સૌરાષ્ટ્રના બરડા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. ભારે બફારના કારણે અસહ્ય ઉકળાટ બાદ પોરબંદરના અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો તો મોઢવાડા, કીંદરખેડા, બગવગર સહિત ના બરડા પંથક મા વરસાદી છાંટા તથા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો હતો.

આવું જ જુનાગઢ જિલ્લાનું વાતાવરણ રહ્યું. જૂનાગઢમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમ શરૂ થયો હતો જૂનાગઢનાં હાર્દસમા વિસ્તારો આઝાદ ચોક,, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં થોડા સમયમાં તો પાણી રસ્તા પર વહેવા લાગ્યા હતા. તો રાજકોટમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button