અંગદાનમાં અગ્રેસર ગુજરાત: “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને છ એવોર્ડ

મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મક્કમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય મા છેલ્લાં ત્રણ વર્ષથી ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે .
જેના પરિણામ સ્વરૂપ ૩ ઓગસ્ટ ના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ એવોર્ડ કાર્યક્રમ માં ભારત સરકાર નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નાં રાજ્ય કક્ષા નાં આરોગ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ નાં હસ્તે તેમજ નીતી આયોગ નાં સભ્ય ડો.વિનોદ પોલ, અપૂર્વ ચંદ્રા, સેક્રેટરી હેલ્થ, ભારત સરકાર અને ડો. અતુલ ગોયલ, DGHS, ભારત સરકાર ની ઉપસ્થિતિ માં ગુજરાત રાજ્યને વિવિઘ કેટેગરી માં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલ નાં ડાયરેક્ટર ડો.પ્રાંજલ મોદી ને Exemplary Performance in Transplant માટે નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કીડની હોસ્પિટલ ના જ ડો.વિવેક કુટેને દેશ નાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ને વિશ્વ પટલ ઉપર પ્રસિદ્ધિ અપાવવા બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સુરતની ડોનેટ લાઇફ NGO સંસ્થાને બેસ્ટ સપોર્ટીગ એનજીઓ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે
અંગોની પ્રતિક્ષા માં મૃત્યુની રાહ જોતાં ઓર્ગન ફેઇલ્યોર થી પીડાતા દર્દીઓને વહેલા મા વહેલા ઓર્ગન મળી રહે તે માટે રાજ્ય મા વઘારે માં વઘારે ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર તેમજ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બાળકોમાં અંગ દાનના આ નિયમમાં કર્યો ફેરફાર…
નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિ્તે સિવિલ હોસ્પિટલ અને મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલો માં વિવિઘ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં 1000 કરતા વઘારે લોકોએ સિવિલ મેડીસીટી કેમ્પસ માં અંગદાનના શપથ લીધા હતા
રાજ્ય માં એક જ દીવસ માં બે હજાર કરતા વધારે લોકોએ અંગદાન ના શપથ લીધા
સિવિલ હોસ્પિટલ ના તબીબી અધિક્ષક રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, 3જી ઓગષ્ટ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિતે મેડીસીટી કેમ્પસ ની તમામ હોસ્પિટલો માં ઓર્ગન ડોનેશન પ્લેજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા માં સ્ટાફ અને અન્ય લોકોએ ભાગ લઈ અંગદાન ની શપથ લીધી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગ નાં તબીબી શિક્ષણ નાં ઇન્ચાર્જ અધિક નિયામક ડો. મીનાક્ષી પરીખ, ડીન ડો હંસા ગોસ્વામી, સિવિલ હોસ્પિટલ ના અધિક તબીબી અધિક્ષક ડો. રજનીશ પટેલ, અધિક ડીન ડો ધર્મેશ પટેલ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત રહ્યા હતા.