IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને એજ્યુકેશન, હાઈ એજ્યુકેશન અને ટેકનિકલમાં મૂકવામાં આવ્યા છે.
ગુજરાતમાં અઢાર આઈએએસ અને આઠ આઈપીએસની ટ્રાન્સફર-નિમણૂક કરવામાં આવી છે, જેમાં મનોજ કુમાર દાસની ચીફ મિનિસ્ટર ઓફિસ (સીએમઓ)માં ફરી એન્ટ્રી કરી છે. જયંતી રવિ ગુજરાત રાજ્યમાં પાછા ફર્યા છે, જ્યારે આર્મ્સ યુનિટના એડીજીટીપી તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ
ગુજરાત રાજ્ય સરકારે કુલ અઢાર આઈએએસ અધિકારીની બદલી કરી છે, જેમાં સુનયના તોમર, પંકજ જોશી, મનોજ કુમાર દાસ, જયંતિ રવિ, પી. સ્વરુપ, એસ. જે હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડો. ટી. નટરાજનનનો સમાવેશ થાય છે. એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસને સીએમઓ એટલે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
અઢાર આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોશીને મુખ્ય પ્રધાનના કાર્યાલયમાંથી ટ્રાન્સફર કરીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટમાં મૂકાયા છે. અધિક મુખ્ય સચિવ અંજુ શર્માને કૃષિ વિભાગ, જ્યારે ડેપ્યુટેશન પર જયંતિ રવિને રેવન્યુમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.