આપણું ગુજરાત

અમદાવાદમા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં નોંધપાત્ર વધારો; જાહેર પરિવહનમાં મુસાફરો ઘટ્યા

અમદાવાદ : છેલ્લા નવ વર્ષમાં અમદાવાદમાં વાહનોની સંખ્યામાં ભારે વધારો (increase in the number of private vehicles) થયો છે. 2015ના વર્ષે 1.24 લાખ નવા ટૂ વ્હીલર અને 30788 નવી ફોર વ્હીલ નોંધાઈ હતી. 2023માં આ આંકડા વધીને 1.8 લાખ નવા ટૂ વ્હીલર અને 67,317 નવી કાર સાથે આ સંખ્યામાં વધારો થયો છે. જે અનુક્રમે 45% અને 116% નો વધારો દર્શાવે છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે સાર્વજનિક પરિવહનમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં AMTS અને BRTS 2015માં 7 લાખ મુસાફરોની જગ્યાએ 2023માં એ જગ્યા 6 લાખ લાખની સંખ્યાએ પહોંચી ગઈ છે.

આના કારણે 75 ટકા અમદાવાદીઓ હવે ખાનગી વાહનવ્યવહાર પર આધાર રાખે છે. જેના લીધે હવે ટ્રાફિક અને રોડ પર થતાં પાર્કિંગની સમસ્યા ઉદ્ભવી છે.

આપણ વાંચો: અમદાવાદના પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા આગ, ઘટનામાં 64 લોકોનું રેસ્ક્યૂ

એક યુનિવર્સિટીના વિદ્યાર્થી દેવીલાલ ડીમ્પલે સમ્મર એક્ઝિબિશનમાં શહેરની પાર્કિંગ સિસ્ટમને લઈને પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં એક સંશોધન કરાયા બાદ વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ‘લોકો પરિવહનની સરળતા માટે હવે જાહેર પરિવહનની જગ્યાએ ખાનગી વાહનવ્યવહારનો ઉપયોગ કરી રહ્યા છે. જેના લીધે શેરીઓમાં પાર્કિંગ હવે ખૂબ જ સામાન્ય બની રહ્યું છે. આના લીધે ટ્રાફિક અને પાર્કિંગ જેવી મોટી સમસ્યાઓ નિર્માણ પામી છે.

અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે શહેરના અંદાજે 56% રસ્તાઓ 30 મીટરથી પણ સાંકડા છે, અને તેમાં પણ અવ્યવસ્થિત પાર્કિંગ ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ કરે છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા 2011માં ઈન્ટિગ્રેટેડ મોબિલિટી પ્લાન (IMP)થી લઈને 2023માં જાહેર કરાયેલા પાર્કિંગ બાયલોઝ સુધીની શહેરની પાર્કિંગ નીતિની સમીક્ષામાં મિશ્ર પ્રગતિ જોવા મળી હતી. અભ્યાસમાં પાર્કિંગ, ટ્રાફિક જેવા વિષયોને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button