શ્રીનાથજી નજીકથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત: જો બ્લાસ્ટ થયો હોત તો 10 કિ.મી.ના વિસ્તારમાં તબાહી સર્જી હોત

શ્રીનાથજીઃ દિલ્હીમાં કરેલા આતંકવાદી હુમલા પછી રાજસ્થાનની પોલીસ એલર્ટ બની ગઈ છે ત્યારે રાજ્યની પોલીસે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરના લગભગ ચાર કિલોમીટરના વિસ્તારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટકનો આ મોટો જથ્થો આમટ વિસ્તારમાંથી નાથદ્વારા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વાહનના ડ્રાઇવર અને તેમાં સવાર અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ કયા હેતુથી થવાનો હતો.
આપણ વાચો: જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનું આતંકી નેટવર્ક ઝડપાયું, એકની ધરપકડ વિસ્ફોટક પણ મળ્યા
પોલીસે જે વાહનને જપ્ત કર્યું છે, તેમાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો ખૂબ જ મોટો છે. આ વિસ્ફોટકની માત્રાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો આટલો જથ્થો એકસાથે બ્લાસ્ટ થયો હોત તો તે લગભગ 10 કિલોમીટર સુધીના વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ શક્યો હોત. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓ હવે એ વાતની વિગતવાર તપાસ કરી રહ્યા છે કે આ વિસ્ફોટક સામગ્રીનો પ્રકાર શું છે, તે ક્યાંથી આવી છે અને તેને કયા ચોક્કસ સ્થળે પહોંચાડવામાં આવી રહી હતી.
આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, આરોપી ઉમર નૂહથી વિસ્ફોટક લઈ આ રીતે દિલ્હી પહોંચ્યો…
પોલીસે આ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ એ પણ જાણવા માંગે છે કે આ વિસ્ફોટક સામગ્રી કોના દ્વારા અને કયા ગુનાહિત હેતુ માટે મોકલવામાં આવી રહી હતી. આ માટે વાહનના ડ્રાઇવર અને તેની સાથે પકડાયેલા અન્ય વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે, જેથી આ ગેરકાયદેસર નેટવર્કની સાંકળને તોડી શકાય.
આટલી મોટી માત્રામાં ગેરકાયદે વિસ્ફોટક જપ્ત થવાથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. પોલીસની પ્રાથમિકતા આ વિસ્ફોટક સામગ્રીને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવાની અને તેને લાવનારા લોકોના ઇરાદાઓનો પર્દાફાશ કરવાની છે. આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની આશંકાના પગલે પોલીસની તપાસનું દાયરું હવે મોટું કરવામાં આવ્યું છે.



