આપણું ગુજરાત

Vadodaraમાં સિનિયર સિટિઝનની આ રીતે હત્યા, કાયદાનો કોઈ ડર જ નથી?

અમદાવાદઃ ગુજરાતના વડોદરા શહેરમાં એક 71 વર્ષીય મહિલા સાથે બનેલી ઘટનાએ શહેરના કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી દીધા છે. અહીં રહેતા એક વૃદ્ધ દંપતી સાથે બનેલી ઘટનાએ એ વાત સાબિત કરી છે તે ચોર, હત્યારા જેવા તત્ત્વોને કાયદાનો ડર રહ્યો નથી. શહેરમાં સેંકડોની સંખ્યામાં રહેતા સિનિયર સિટિઝનની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર તરસાલી રોડ વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં પીડિત સુખજીત કૌર અને તેના પતિ હરવિંદર સિંહ કમ્બો (73) એપાર્ટમેન્ટમાં રહે છે.

અધિકારીએ જણાવ્યું કે તેમના ફ્લેટમાં વહેલી સવારે વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. જ્યારે પીડિતા જાગી ત્યારે તેમને ખબર પડી કે પડોશના ફ્લેટમાં વીજળી છે. સુખજીત કૌર ફ્લેટમાંથી બહાર આવી કે તરત જ અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો, તેના ઘરેણાં લૂંટી લીધા અને વૃદ્ધાને ઘાયલ કરીને ભાગી ગયા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે હરવિંદર સિંહ કમ્બો બહાર આવ્યા તો તેમને તેમની પત્ની લોહીથી લથપથ જોવા મળી. તેણે મદદ માટે બૂમો પાડી પાડોશીઓને બોલાવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ વધુ પડતું
લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. વડોદરાના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર
સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તે સ્થળ સહિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે, જ્યાંથી હુમલાખોરો પ્રવેશ્યા હતા અને વીજ પુરવઠો કાપી નાખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button