ગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો જ કરજો ઉપયોગ નહિતર થઈ શકે છે ખાતું ખાલી!

અમદાવાદ: ગુજરાતના ગૌરવ સમાન સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ કાર્યરત છે. જો કે આ સરકારી સાઇટના જ ભળતા નામથી અનેક સાઇટો છે આથી અન્ય સાઇટોથી બચીને માત્ર સરકારી સાઇટથી બુકિંગ કરવું જોઈએ. અન્ય સાઇટોમાં બુકિંગના નામે ગેરરિતી થવાની શક્યતાઓ રહેલી છે.
ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in કાર્યરત છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન પર સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે.
આપણ વાંચો: Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….
આવી સાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા કોઇ અધિકૃત કરવામાં આવેલ નથી. આવી ખાનગી વેબસાઇટો દ્વારા બુકિંગના નામે ગેરરિતી થવાની શક્યતાઓ રહેલી છે. જેની નાગરિકો નોંધ લેવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં થતી ગેરરિતીઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ 6 જ પરમીટનું બુકિંગ થઇ શકે છે.
બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે.