સુરેન્દ્રનગર: પોલીસ પર હુમલો કરનાર આરોપી પર PSIએ કર્યું ફાયરિંગ, પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ભેગો કરાયો…

સુરેન્દ્રનગર: લીંબડી તાલુકાના શિયાણી ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. શિયાણી ગામે એક ગુનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. સ્વબચાવમાં PSI દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો છે.
આરોપીએ છરી વડે કર્યો હુમલો
લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં ઝડપાયેલા આરોપી દેવરાજ બોરાણાને પોલીસ ટીમ ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજે પોલીસની નજર ચૂકવી અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આરોપી વધુ હિંસક બને તે પહેલાં, હાજર PSIએ સ્વબચાવમાં અને આરોપીને ભાગતો રોકવા માટે તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું.

PSIએ કરેલા ફાયરિંગમાં આરોપી દેવરાજને પગે ગોળી વાગી હતી. જેથી તે નીચે ઢળી પડ્યો હતો. PSIએ આરોપી અને ઘાયલ પોલીસકર્મી બંનેને લીંબડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 મહિનામાં 8 આરોપીઓ પર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેની યાદી નીચેના કોષ્ટકમાં ઈઆપવામાં આવી છે.


