સુરેન્દ્રનગર

પુરુષ સમોવડી? સુરેન્દ્રનગરમાં 633 બુટલેગરમાંથી 102 મહિલા, પોલીસે યાદી જાહેર કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષ સમાનતાની હિમાયત સૌ કોઈ કરે છે, પરંતુ સુરેન્દ્રનગરમાં એક અલગ જ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી થતી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી છે અને તેના કારણે બુટલેગરોનો ધંધો પણ પુરબહારમાં ખિલે છે. દરેક તાલુકા અને ગામમાં એવા લોકો છે, જે ગેરકાયદે દારૂ વેચવાનો ધંધો કરે છે. સુરેન્દ્રનગર પોલીસે ખુદ જિલ્લાના બુટલેગરોની યાદી બહાર પાડી હતી. પોલીસે 633 બુટલેગરની યાદી બહાર પાડી હતી, જેમાંથી 102 મહિલા હોવાની ચોંકાવનારી માહિતી સૂત્રોએ આપી હતી.

પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ યાદી જાહેર કરી હતી, પરંતુ એક જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં બુટલેગર હોવાની હકીકત પણ પ્રકાશમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો : ભુજમાં બુટલેગરના મકાનમાંથી બે ઈમ્પોર્ટેડ એરગન સહિત શિકાર કરાયેલાં પ્રાણીઓના અવશેષો મળતા ચકચાર

આ યાદીમાં બુટલેગરના નામ અને સરનામા છે અને તેમને ત્યાં દર મહિને એકવાર રેડ પાડવામાં આવશે, તેવી માહિતી પોલીસ સૂત્રોએ આપી હતી. આ સાથે દર મહિને આ યાદીને અપડેટ કરવામા આવશે. હવે સવાલ એ છે કે તેમની સામે કેટલા કડક પગલાં ક્યાં સુધી લેવામાં આવશે.

યાદીમાં કુલ 17 ટકા મહિલા બુટલેગર છે આ સાથે અમુક યુવાન છોકરાઓના નામ પણ છે, જે વધારે ચિંતા જગવાનારું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button