સુરેન્દ્રનગરમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો…

સુરેન્દ્રનગર શહેરના આંબેડકર 1ના રહેણાંક મકાનમાં B ડિવિઝન પોલીસ ટીમે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડા દરમિયાન કુલ 5,20,560 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પ્રોહીબીશન/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વીએમ રબારીની આદેશ પર પોલીસ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં છે.
પોલીસે બાતમીના આધારે પાડ્યાં હતા દરોડા
શહેર વિસ્તારમાં ધરફોડ ચોરી, વાહન ચોરી, લુંટ, ધાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ જ્યારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વિદેશી દારૂના બાતમી મળી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, હિતેશભાઇ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરા લીસ્ટેડ બુટલેગર છે, જે અગાઉ પણ પ્રોહીબીશનના ગુનામા પકડાયેલ છે, તે ખંડેર મકાનમાં પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે. આ માહિતી મળતાની સાથે પોલીસે દરોડા પાડ્યા હતાં.

5,20,560 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોટલો કુલ મળીને 384 નંગ બોટલો તથા બીયર ટીન 48 નંગ એમ કુલ મળીને રૂપિયા 5,20,560 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી હિતેશભાઇ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરા સામે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ 65એઇ, 116બી મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસ દ્વારા અન્ય વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યીરે સુરેન્દ્રગર પોલીસે આવા ગુનેગારો સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો…ઉના નજીક છકડો રિક્ષાના ‘ચોરખાના’માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો



